વસંતની સિઝનમાં મળતું બોર ફળ આપણા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ગ્રામ્ય વિસ્તારોમાં બોરના વૃક્ષો કુદરતી રીતે ઉગે છે. વસંતના આગમન સાથે જ આ વૃક્ષોમાં બોર પાકી જાય છે. વસંતની સિઝનમાં મળતું બોર ફળ ખાટું-મીઠું હોવાથી બોરને બાળકોથી લઈને વૃદ્ધો સુધી ખૂબ જ ચટકારાથી ખાય છે. સ્વાદ સાથે આ ફળ આરોગ્ય માટે પણ લાભકારી છે.
બોરના ફળમાં અનેક પ્રકારના પોષકતત્વો પણ મળે છે, જે આપણા શરીર માટે લાભદાયક હોય છે. બોરમાં વિટામિન C, ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ મળે છે, જે અનેક બીમારીઓમાં અસરકારક સાબિત થાય છે. પાચન સુધારવા માટે બોર ખૂબ જ ફાયદાકારક છે. બોરમાં વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
ડાયાબિટીસના કેસો ઝડપથી વધી રહ્યા છે. અનહેલ્થી ડાયટના કારણે લોકો ટાઇપ 2 ડાયાબિટીસનો શિકાર બની જાય છે. જો તમે ડાયાબિટીસથી પીડિત છો તો બોરનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તેમાં રહેલું ફાઇબર બ્લડ શુગર લેવલને વધતા રોકવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. મનીકંટ્રોલ ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)