જો તમારી પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. ટેક જાયન્ટ ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ 16ની લોન્ચ ટાઇમ લાઇન કન્ફોર્મ થઈ ગઈ છે. આનો અર્થ એ છે કે ખૂબ જ ટૂંક સમયમાં તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનો તમારો અનુભવ બદલાઈ જવાનો છે. છેલ્લા ઘણા મહિનાઓથી, એન્ડ્રોઇડ 16 સંબંધિત લીક્સ બહાર આવી રહ્યા છે અને સ્માર્ટફોન યુઝર્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
ગૂગલ દ્વારા ઓફિશિયલ રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે Android 16 ટૂંક સમયમાં આવી રહ્યું છે. તાજેતરમાં, નવા એન્ડ્રોઇડ અપડેટના રોલઆઉટ સંબંધિત માહિતી એક ડેવલપર બ્લોગમાં શેર કરવામાં આવી હતી. ગૂગલ 2025ની શરૂઆતમાં આગામી એન્ડ્રોઇડ વર્ઝન લોન્ચ કરશે.
એન્ડ્રોઇડ યુઝર્સને ટૂંક સમયમાં અપડેટ મળશે
જો તમે નથી જાણતા તો અમે તમને જણાવી દઈએ કે Google દ્વારા દર વર્ષે Q3 માં એટલે કે પહેલા ત્રણ મહિના અથવા Q4 એટલે કે વર્ષના પહેલા 4 મહિનામાં એક નવું Android સોફ્ટવેર અપડેટ બહાર પાડવામાં આવે છે. આ સમય દરમિયાન, કંપની તેના નવા એન્ડ્રોઇડ 16ને યુઝર્સને રજૂ કરી શકે છે. જો કે, એવું માનવામાં આવે છે કે યુઝર્સને તેની અપડેટ Q3 અથવા Q4 પહેલા મળી શકે છે.