તમારા સ્માર્ટફોનમાં છુપાયેલું છે અસલી સોનું! જાણો, એક ફોનમાં કેટલું સોનું હોય છે અને કેવી રીતે થાય છે તેનો ઉપયોગ?
Gold in electronics: તમારા સ્માર્ટફોનમાં 0.034 ગ્રામ સોનું છુપાયેલું છે! જાણો કેવી રીતે ફોનમાં સોનું વપરાય છે, કેટલી કિંમત છે અને જુના ફોન રિસાયકલ કરવાથી કેવી રીતે સોનાની ખાણ બની શકે છે.
નિષ્ણાતોના મતે, માત્ર 1 ગ્રામ સોનું કાઢવા માટે લગભગ 41 સ્માર્ટફોનની જરૂર પડે છે.
Gold in smartphone: આજકાલ દરેકના હાથમાં સ્માર્ટફોન હોય છે. પણ શું તમે જાણો છો કે તમારા આ નાનકડા ફોનની અંદર અસલી સોનું છુપાયેલું છે? હા, બિલકુલ સાચું! દરેક સ્માર્ટફોનમાં લગભગ 0.034 ગ્રામ સોનું વપરાયું હોય છે. એક ફોનમાં આટલી ઓછી માત્રા લાગે છે, પણ વિશ્વમાં દર વર્ષે અબજો ફોન બનતા હોવાથી આ આંકડો ખૂબ મોટો થઈ જાય છે.
સોનું ફોનમાં ક્યાં અને કેમ વપરાય છે?
સોનું એક ઉત્તમ વિદ્યુત વાહક છે અને તે ક્યારેય કાટ નથી લાગતો. આ કારણે-
- મદરબોર્ડ પર પાતળી સોનાની પડ ચઢાવવામાં આવે છે.
- સર્કિટ લાઇન્સમાં સોનું કે ચાંદીનો ઉપયોગ થાય છે જેથી સિગ્નલ ઝડપથી પસાર થાય.
- સિમ કાર્ડ કનેક્ટર, ચાર્જિંગ પોર્ટ, સ્પીકર, કેમેરા અને બેટરીના કનેક્શન પોઇન્ટ્સ પર સોનાનો ઉપયોગ થાય છે.
- મોટા સર્વર મદરબોર્ડમાં તો 1 ગ્રામ સુધી સોનું હોઈ શકે છે.
- સોના ઉપરાંત ફોનમાં તાંબુ, કોબાલ્ટ, એલ્યુમિનિયમ, લિથિયમ, ચાંદી જેવી કિંમતી ધાતુઓ પણ હોય છે.
રિસાયકલિંગ કેમ મહત્વનું છે?
નિષ્ણાતોના મતે, માત્ર 1 ગ્રામ સોનું કાઢવા માટે લગભગ 41 સ્માર્ટફોનની જરૂર પડે છે. એટલે જ જુના ફોન, કોમ્પ્યુટર કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોને રિસાયકલ કરવા જોઈએ. આનાથી કિંમતી ધાતુઓ ફરીથી વાપરી શકાય, પર્યાવરણને નુકસાન ન થાય અને નવા ખનીજો ખોદવાની જરૂર ઓછી થતી જાય
આજે AIની મદદથી રેર-અર્થ ફ્રી મેગ્નેટ વિકસાવાઈ રહ્યા છે, પણ હજુ પણ મોટાભાગના ઉપકરણોમાં આ ધાતુઓનો જ ઉપયોગ થાય છે. આથી જો તમારો જૂનો ફોન કચરાપેટીમાં નાખવાને બદલે રિસાયકલ કરો. એ તમારા માટે નહીં, પણ પર્યાવરણ અને ભવિષ્ય માટે સોનાની ખાણ બની શકે છે.