Tamil Nadu Rain: તમિલનાડુમાં વરસાદને કારણે ખરાબ હાલત, હેલિકોપ્ટરથી કરાઇ રહ્યું છે રેસ્ક્યું, PM સાથે મુલાકાત કરવા પહોંચ્યા સ્ટાલિન | Moneycontrol Gujarati
Get App

Tamil Nadu Rain: તમિલનાડુમાં વરસાદને કારણે ખરાબ હાલત, હેલિકોપ્ટરથી કરાઇ રહ્યું છે રેસ્ક્યું, PM સાથે મુલાકાત કરવા પહોંચ્યા સ્ટાલિન

તમિલનાડુના થૂથુકુડી, તિરુનેલવેલી, તેનકાસી અને કન્યાકુમારી જિલ્લાઓ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત છે. આ જિલ્લાઓમાં સ્થિતિ વણસી રહી છે.

અપડેટેડ 12:53:46 PM Dec 19, 2023 પર
Story continues below Advertisement
Tamil Nadu Rain: તમિલનાડુમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી ગઈ છે.

Tamil Nadu Rain: તમિલનાડુમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી ગઈ છે. અત્યાર સુધીમાં, ઓછામાં ઓછા 12 હજારથી વધુ લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને રાજ્યની સ્થિતિ વિશે માહિતી આપશે. રાત્રે 10.30 વાગ્યે પીએમ સાથે સીએમ સ્ટાલિનની મુલાકાત નિર્ધારિત છે. અહીંથી તે તરત જ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થૂથુકુડી જવા રવાના થશે.

કયા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત છે?

IMDએ એક બુલેટિનમાં જણાવ્યું છે કે તમિલનાડુના થૂથુકુડી, તિરુનેલવેલી, તેનકાસી અને કન્યાકુમારી જિલ્લાઓ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે, દક્ષિણ તમિલનાડુમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.


આજે પણ ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે 19 ડિસેમ્બરે કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને તેનકાસી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

લોકોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે

દક્ષિણ રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વાયુસેનાએ પૂર પ્રભાવિત દક્ષિણ તમિલનાડુમાં ફસાયેલા રેલવે મુસાફરોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવાનું શરૂ કર્યું છે. વરસાદને કારણે થૂથુકુડી જિલ્લાના શ્રીવૈકુંટમમાં લગભગ 800 રેલવે મુસાફરો ફસાયા હતા, જેમાંથી 300ને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સ્થાનિક શાળામાં ખસેડવામાં આવ્યા છે. અન્ય 500 મુસાફરો હજુ પણ શ્રીવૈકુંતમ રેલવે સ્ટેશન પર ફસાયેલા છે કારણ કે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. મદુરાઈથી હેલિકોપ્ટર મારફતે શ્રીવૈકુંટમ રેલવે સ્ટેશન પર ખાદ્યપદાર્થો મોકલવામાં આવ્યા છે.

તિરુનેલવેલી-તિરુચેન્દુર સેક્શન પર ટ્રેનો બંધ

એક અધિકારીએ જણાવ્યું કે ફસાયેલા મુસાફરોને બચાવવા માટે તમામ પ્રયાસો ચાલુ છે અને NDRF અધિકારીઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, દક્ષિણ રેલવેએ તિરુનેલવેલી-તિરુચેન્દુર સેક્શન પર શ્રીવૈકુંતમ અને સેદુન્ગનાલ્લુર વચ્ચે રેલ ટ્રાફિકને સ્થગિત કરી દીધો છે. રેલવેના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે પાટા પૂરમાં ડૂબી ગયા છે.

અત્યાર સુધીમાં કેટલા મૃત્યુ?

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર વરસાદે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3 લોકોના જીવ લીધા છે. અતિવૃષ્ટિ અનુભવતા જિલ્લાઓમાં વીજળીનો પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે મોબાઈલ સેવાને પણ અસર થઈ છે. એરફોર્સ, NDRF, SDRF અને કોસ્ટ ગાર્ડની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

મુખ્યમંત્રીએ 12 હજાર કરોડની રાહત ડિમાન્ડ કરી

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને રાહત અને બચાવ માટે કેન્દ્ર સરકાર પાસે 12 હજાર કરોડ રૂપિયાની માંગણી કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે અમને ચોક્કસપણે 7300 કરોડ રૂપિયાની તાત્કાલિક જરૂર છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે વરસાદ અને પૂરથી પ્રભાવિત જિલ્લાઓ માટે 6000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

આ પણ વાંચો - ઓલાની નવી શરૂઆત, સ્કૂટર અને કેબ પછી હવે Google-ChatGPT સાથે કરશે કોમ્પિટિશન

MoneyControl News

MoneyControl News

First Published: Dec 19, 2023 12:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.