બ્રિક્સ દેશો લોકલ કરન્સીમાં વેપાર અને નાણાકીય સમાધાનની સિસ્ટમ પર થયા સંમત, જાણો વિગતો | Moneycontrol Gujarati
Get App

બ્રિક્સ દેશો લોકલ કરન્સીમાં વેપાર અને નાણાકીય સમાધાનની સિસ્ટમ પર થયા સંમત, જાણો વિગતો

BRICS નેતાઓએ ગ્રુપની અંદર 'કોરેસ્પોન્ડન્ટ બેન્કિંગ નેટવર્ક'ને મજબૂત બનાવવા અને BRICS ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ ઇનિશિયેટિવ (BCBPI)ની અનુરૂપ લોકલ કરન્સીમાં સેટલમેન્ટને સક્ષમ કરવા માટે પણ હાકલ કરી હતી, જે સ્વૈચ્છિક અને બિન-બંધનકર્તા છે.

અપડેટેડ 11:40:17 AM Oct 24, 2024 પર
Story continues below Advertisement
બ્રિક્સ દેશો લોકલ કરન્સીમાં વેપાર અને નાણાકીય સમાધાનની મજબૂત વ્યવસ્થા બનાવવા માટે સંમત થયા હતા.

બ્રિક્સ દેશો લોકલ કરન્સીમાં વેપાર અને નાણાકીય સમાધાનની મજબૂત વ્યવસ્થા બનાવવા માટે સંમત થયા હતા. સ્વતંત્ર રીતે કાર્યરત ક્રોસ-બોર્ડર સેટલમેન્ટ અને ડિપોઝિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બ્રિક્સ રિઇન્શ્યોરન્સ કંપનીની શક્યતાનો અભ્યાસ કરવા માટે પણ સંમત થયા હતા. સભ્ય દેશોના નેતાઓએ 21મી સદીમાં નવી ડેવલપમેન્ટ બેન્કને નવા પ્રકારની બહુપક્ષીય વિકાસ બેન્ક (MDB) તરીકે વિકસાવવા માટે પણ સંમતિ દર્શાવી હતી અને BRICS-ની આગેવાની હેઠળની બેન્કના સભ્યપદના વિસ્તરણને સમર્થન આપ્યું હતું.

નાણાકીય વ્યવહારોમાં લોકલ કરન્સીનો ઉપયોગ

16મી બ્રિક્સ સમિટ પછી જારી કરાયેલી ઘોષણામાં, નેતાઓએ બ્રિક્સની અંદર નાણાકીય સહયોગ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સાથે જણાવ્યું હતુ કે "ઝડપી, ઓછા ખર્ચે, કાર્યક્ષમ, પારદર્શક, સુરક્ષિત અને સમાવેશી ક્રોસ-બોર્ડર પેમેન્ટ પ્રોડક્ટ્સના વ્યાપક લાભોને ઓળખીએ છીએ જે વેપાર અવરોધો અને બિન-ભેદભાવયુક્ત ઍક્સેસને ઘટાડવાના સિદ્ધાંત પર બનેલ છે, "અમે ઉપયોગને આવકારીએ છીએ BRICS દેશો અને તેમના વેપારી ભાગીદારો વચ્ચે નાણાકીય વ્યવહારોમાં લોકલ કરન્સીનો ઉપયોગ કરાશે,

કોરસપોન્ડન્ટ બેન્કિંગ નેટવર્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે કઝાન પહોંચ્યા છે. BRICS નેતાઓએ ગ્રુપની અંદર 'કોરેસ્પોન્ડન્ટ બેન્કિંગ નેટવર્ક'ને મજબૂત બનાવવા અને BRICS ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ ઇનિશિયેટિવ (BCBPI)ની અનુરૂપ લોકલ કરન્સીમાં સેટલમેન્ટને સક્ષમ કરવા માટે પણ હાકલ કરી હતી, જે સ્વૈચ્છિક અને બિન-બંધનકર્તા છે. 'કોરોસ્પોન્ડન્ટ બેન્કો' એ નાણાકીય સંસ્થાઓ છે જે વિવિધ દેશોમાં બેન્કો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરે છે અને એકબીજાને બેન્કિંગ સેવાઓ પૂરી પાડે છે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ સિવાય હવે તેમાં પાંચ વધારાના સભ્યો ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.


બ્રિક્સની સ્થાપના અંગે ચર્ચા સ્પષ્ટ

નેતાઓએ બ્રિક્સ દેશોના નાણાકીય બજારો ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જોડવાની શક્યતા શોધવાના મહત્વને પણ સ્વીકાર્યું. "અમે સ્વતંત્ર ક્રોસ-બોર્ડર સેટલમેન્ટ અને ડિપોઝિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, BRICS CLEAR સ્થાપિત કરવાની શક્યતા અંગે ચર્ચા કરવા અને અભ્યાસ કરવા સંમત છીએ," ઘોષણામાં જણાવાયું છે. આ વર્તમાન નાણાકીય બજાર સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પૂરક બનાવશે.'' ઉપરાંત, સભ્ય દેશોએ સ્વૈચ્છિક ધોરણે સહભાગિતા સાથે બ્રિક્સ (પુનઃઈન્શ્યોરન્સ) કંપની સહિત બ્રિક્સની સ્વતંત્ર પુનર્વીમા ક્ષમતા વિકસાવવા સંમત થયા છે.

આ પણ વાંચો - BRICS દરમિયાન PM મોદી UAEની સાથે ઈજિપ્ત અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિને મળ્યા, કર્યું આ ખાસ ટ્વીટ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 24, 2024 11:40 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.