Weather Forecast : મુંબઈ સહિત દેશના અનેક ભાગોમાં સતત પડી રહેલા વરસાદે જનજીવનને અસર કરી છે. આ વચ્ચે, ભારતીય હવામાન વિભાગ દ્વારા 12 જુલાઈના રોજ ઉત્તર ભારત સહિત દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ, વીજળી પડવાની અને તોફાની પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે.
Weather Forecast : મુંબઈ સહિત દેશના અનેક ભાગોમાં સતત પડી રહેલા વરસાદે જનજીવનને અસર કરી છે. આ વચ્ચે, ભારતીય હવામાન વિભાગ દ્વારા 12 જુલાઈના રોજ ઉત્તર ભારત સહિત દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ, વીજળી પડવાની અને તોફાની પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે.
જે 15 રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કયા રાજ્યમાં કેવું રહેશે હવામાન.
દિલ્હી-NCR માં ઉકળાટ વધશે
દિલ્હી અને NCR ના લોકોને આગામી દિવસોમાં ઋતુના બેવડા મિજાજનો સામનો કરવો પડશે. 12 થી 14 જુલાઈ વચ્ચે રાજધાનીમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન કોઈક જગ્યાએ છૂટોછવાયો કે હળવો વરસાદ પડી શકે છે. જોકે, દિલ્હીમાં ભારે વરસાદની કોઈ જ ચેતવણી નથી. વરસાદ ન પડવાને કારણે તાપમાનમાં વધારો થશે અને લોકોને ભારે બફારો અને ગરમી સહન કરવી પડી શકે છે.
UP અને બિહારમાં તોફાની વરસાદનું એલર્ટ
ઉત્તર પ્રદેશ અને બિહારમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.
ઉત્તર પ્રદેશ: લખનઉ, કાનપુર, મેરઠ, આગરા, ગોરખપુર અને મિર્ઝાપુરમાં આજે ભારે વરસાદની સાથે 70 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાનું એલર્ટ જાહેર કરાયું છે.
બિહાર: પટના, ખગડિયા, કિશનગંજ, પૂર્ણિયા, મુઝફ્ફરપુર અને દરભંગા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અહીં વરસાદની સાથે 60 કિમી/કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે.
પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલમાં જોખમ
પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા લોકો માટે ખાસ ચેતવણી છે.ઉત્તરાખંડમાં 12 થી 14 જુલાઈ દરમિયાન દેહરાદૂન, નૈનીતાલ અને ચમોલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. હવામાન વિભાગે અહીં ભૂસ્ખલન અને અચાનક પૂર આવવાનું જોખમ વ્યક્ત કર્યું છે. હિમાચલ પ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશન કુલ્લુ, શિમલા અને મનાલીમાં પણ 60 કિમી/કલાકની ઝડપે પવન અને ભારે વરસાદની આગાહી છે.
પશ્ચિમ બંગાળમાં 5 દિવસ ધોધમાર વરસાદ
પશ્ચિમ બંગાળ અને રાજધાની કોલકાતામાં આગામી 4 થી 5 દિવસ ભારે વરસાદ પડવાનો અંદાજ છે. બંગાળની ખાડીમાં 'લો-પ્રેશર સિસ્ટમ' સક્રિય થવાથી ચોમાસાના પવનોએ ગતિ પકડી છે.પૂર્વ બર્ધમાન, નદિયા અને બાંકુડા જિલ્લામાં ભારે વરસાદને લઈને 'ઓરેન્જ એલર્ટ' અપાયું છે. આ ઉપરાંત બીરભૂમ, હુગલી, ઉત્તર 24 પરગના અને હાવડામાં પણ અનેક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.