મોદી અને ટ્રમ્પ વચ્ચે સીધી વાતચીત, યુએસ ગુપ્તચર વડા તુલસી ગબાર્ડે ટેરિફ વોર પર કરી વાત - આ ભારત માટે એક તક
તુલસી ગબાર્ડે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં મેં ભારતીય સરકારી અધિકારીઓ સાથે જે વાત કરી છે તેના પરથી ખબર પડે છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફ અહીં એક તક બની ગઈ છે.
તુલસી ગબાર્ડે કહ્યું, "છેલ્લા કેટલાક દિવસોમાં મેં ભારતીય સરકારી અધિકારીઓ સાથે જે વાત કરી છે તેના પરથી, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અહીં એક તક બની ગયા છે."
ભારતની ઓફિશિયલ મુલાકાતે આવેલા યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે સોમવારે જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવી રહેલા ટેરિફ વોરના મુદ્દા પર ભારત અને અમેરિકા વચ્ચે ટોચના નેતૃત્વ લેવલે સીધી વાતચીત થઈ છે. નવી દિલ્હીમાં થિંક ટેન્ક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના વાર્ષિક રાયસીના ડાયલોગ્સ દરમિયાન બોલતા, તુલસી ગબાર્ડે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવાની આ એક મોટી અને સારી ઓપર્ચ્યુનિટી છે.
તુલસી ગબાર્ડે કહ્યું, "છેલ્લા કેટલાક દિવસોમાં મેં ભારતીય સરકારી અધિકારીઓ સાથે જે વાત કરી છે તેના પરથી, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અહીં એક તક બની ગયા છે." તેમણે કહ્યું કે આપણા આર્થિક સંબંધોને મજબૂત બનાવવાની વધુ સંભાવના છે. "મને એ જોઈને આનંદ થયો કે અહીં તેને વધુ પોઝિટિવ દ્રષ્ટિકોણથી લેવામાં આવી રહ્યું છે, અને ફક્ત એવા દ્રષ્ટિકોણથી નહીં જે ટેરિફ જોતી વખતે નેગેટિવ રીતે કેન્દ્રિત હોય છે,"
પીએમ મોદી શ્રેષ્ઠ તક જોઈ રહ્યા છે: તુલસી ગબાર્ડ
ગબાર્ડે કહ્યું કે વડા પ્રધાન મોદી ભારતના અર્થતંત્રના શ્રેષ્ઠ હિત અને ભારતના લોકો માટે ઉપલબ્ધ તકો પર ધ્યાન આપી રહ્યા છે. તેવી જ રીતે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ યુનાઇટેડ સ્ટેટ્સ માટે, આપણા આર્થિક હિતો માટે અને અમેરિકન લોકોના હિત માટે આ જ કામ કરી રહ્યા છે. US નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી બંને "સારો ઉકેલ" શોધી રહ્યા છે.
અગાઉ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તુલસી ગબાર્ડે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં ભારત અને અમેરિકા વચ્ચે સ્ટ્રેટેજીક સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, ખાસ કરીને સંરક્ષણ અને માહિતીની આપ-લેના સેક્ટર્સમાં. ગબાર્ડ રવિવારે વહેલી સવારે ભારતની અઢી દિવસની મુલાકાતે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના કોઈ ઉચ્ચ અધિકારીની આ પહેલી ઉચ્ચ સ્તરીય ભારત મુલાકાત છે.
ભારત-અમેરિકા ભાગીદારીને મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા રાજનાથ સિંહે કહ્યું કે તેઓ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ચીફને મળીને "ખુશ" થયા અને તેમણે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી. સંરક્ષણ મંત્રીએ કહ્યું, "અમે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સંરક્ષણ અને માહિતી શેરિંગ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી." એક દિવસ પહેલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ગબાર્ડે રવિવારે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી અને વિશ્વભરના ટોચના ગુપ્તચર અધિકારીઓની એક પરિષદની અધ્યક્ષતા કરી હતી.
એવું માનવામાં આવે છે કે રૂબરૂ મુલાકાતમાં, ડોભાલ અને ગબાર્ડે મુખ્યત્વે ભારત-અમેરિકા ગ્લોબલ સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અનુસાર ગુપ્ત માહિતી શેરિંગ મિકેનિઝમને મજબૂત બનાવવા અને સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ભારત દ્વારા આયોજિત સુરક્ષા પરિષદમાં ભાગ લેનારા વિશ્વભરના ટોચના ગુપ્તચર અધિકારીઓમાં યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર ગબાર્ડ, કેનેડાના ઇન્ટેલિજન્સ વડા ડેનિયલ રોજર્સ અને બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલનો સમાવેશ થાય છે.
આ બંધ બારણે થયેલી બેઠક અંગે કોઈ ઓફિશિયલ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ગુપ્તચર અને સુરક્ષા વિભાગોના ટોચના અધિકારીઓએ આતંકવાદ અને ઉભરતી ટેકનોલોજી દ્વારા ઉભા થતા જોખમોનો સામનો કરવા માટે ગુપ્ત માહિતીની વહેંચણી અને પરસ્પર સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું માનવામાં આવે છે.