અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તમામ મોટા દેશોમાં ભારત વિદેશી પ્રોડક્ટ્સ પર સૌથી વધુ ડ્યૂટી લાદે છે. આ અંગે ભારત પર આરોપ લગાવતા તેમણે સત્તામાં આવશે તો પરસ્પર ટેક્સ લાદવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. પીટીઆઈના સમાચાર મુજબ જો કે તેમણે કહ્યું કે ભારત સાથે અમારા ઘણા સારા સંબંધો છે. ખાસ કરીને નેતા (વડાપ્રધાન નરેન્દ્ર) મોદી સાથે. તેઓ એક મહાન નેતા છે. મહાન વ્યક્તિ છે. ખરેખર એક મહાન વ્યક્તિ. તેઓએ એક સરસ કામ કર્યું, પરંતુ તેઓ કદાચ ઘણો ચાર્જ કરે છે.