Gram Panchayat Election 2025 : રાજ્યમાં ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી પંચ માટે જાહેરાત કરવામાં આવી છે, રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને ગ્રામ પંયાયતો માટેની ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણીની જાહેરાત કરતાં ચૂંટણી અધિકારી પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, આગામી 22 જૂને રાજ્યની 8327 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, અને પરિણામ 25 જૂને આવશે, ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઇ જશે. 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે, જ્યારે 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે.
મહત્વની વાત એ છેકે, પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ 4 હજાર ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદ્દત 30 જૂને પૂર્ણ થઈ રહી છે.
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ
પંચાયતની ચૂંટણીને લઇને ચૂંટણી કમિશનર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટર સાથે રિવ્યૂ બેઠક કરશે. ત્યારબાદ રાજ્ય ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ દરમિયાન ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ OBC અનામતની અમલવારીના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી. જોકે, હવે OBC અનામતની રોટેશનની કામગીરી પૂર્ણ થતાં ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, પંચાયતોની ચૂંટણીમાં EVMનો ઉપયોગ થશે નહીં. તેમજ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ 4 હજાર ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદ્દત 30 જૂને પૂર્ણ થઈ રહી છે.