નાણા મંત્રાલયે જન સુરક્ષા અને મુદ્રા યોજના સહિત વિવિધ નાણાકીય સમાવેશ યોજનાઓ (કલ્યાણ યોજનાઓ)ની પ્રગતિની સમીક્ષા કરવા માટે બુધવારે જાહેર ક્ષેત્રની બેન્કો (PSBs)ના વડાઓની બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા નાણાકીય સેવાઓ સચિવ એમ નાગરાજુ કરશે અને તેમાં ખાનગી ક્ષેત્રની બેન્કોના પ્રતિનિધિઓ હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સચિવની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં પીએમ સ્વાનિધિ યોજનાઓ સહિત વિવિધ નાણાકીય સમાવેશ યોજનાઓની પ્રગતિની પણ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. નાણાં મંત્રાલયે સમયાંતરે પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ વિવિધ ઝુંબેશ શરૂ કરી છે.



