નાણા મંત્રાલય દ્વારા જાહેર ક્ષેત્રની બેન્કો (PSBs)ના વડાઓને 4 માર્ચે બોલાવવામાં આવ્યા છે. મંત્રાલય તેમની સાથે એક ખાસ બેઠક યોજશે, જેમાં બેન્કોના નાણાકીય પ્રદર્શન અને નાણાકીય સમાવેશ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પીટીઆઈના સમાચાર અનુસાર, આ બેઠકની અધ્યક્ષતા નાણાકીય સેવાઓ સચિવ એમ નાગરાજુ કરશે. આ બેઠકમાં પીએમ સ્વાનિધિ યોજના સહિત વિવિધ નાણાકીય સમાવેશ યોજનાઓની પ્રગતિની પણ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ થયા પછી આ પહેલી બેઠક હશે.