Flood in afghanistan: અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને પછી અચાનક આવેલા પૂરના કારણે અનેક જિલ્લાઓમાં તબાહી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો ઘરોને નુકસાન થયું છે. હજારો પરિવારો બેઘર બન્યા છે અને હજારો પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. યુનાઈટેડ નેશન્સ ફૂડ એજન્સીના જણાવ્યા અનુસાર પૂરના કારણે લોકોને ખાદ્ય પદાર્થોની અછતનો સામનો કરવો પડ્યો છે. મોટા પાયે માનવતાવાદી કટોકટી ઊભી થઈ છે.