સાયબર ફ્રોડની વધતી ઘટનાઓને રોકવા માટે સરકારે એક નવો નેશનલ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 155260 બદલીને 1930 કરી દીધો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ નવા હેલ્પલાઇન નંબર વિશેની માહિતી તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા શેર કરી છે. આ હેલ્પલાઈન નંબર ખાસ કરીને એવા લોકોને મદદ કરશે જેઓ કોઈપણ પ્રકારની નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ સિવાય તમે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર પણ આ અંગે ફરિયાદ કરી શકો છો.