ગયા વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બર 2024 દરમિયાન GST કલેક્શનમાં વધારો થયો છે. સરકારી આંકડા અનુસાર ડિસેમ્બરમાં કલેક્શન 7.3 ટકા વધીને રુપિયા 1.77 લાખ કરોડ થયું છે. એક વર્ષ અગાઉ સમાન મહિનામાં તે રુપિયા 1.65 લાખ કરોડ હતો. તમને જણાવી દઈએ કે નવેમ્બર મહિનામાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 8.5 ટકા વધીને 1.82 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GST કલેક્શન રુપિયા 2.10 લાખ કરોડ હતું.
ડિસેમ્બર મહિનામાં સેન્ટ્રલ GST કલેક્શન રુપિયા 32,836 કરોડ, રાજ્ય GST રુપિયા 40,499 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST (IGST) રુપિયા 47,783 કરોડ અને સેસ રુપિયા 11,471 કરોડ હતો. ડિસેમ્બર મહિનામાં ઘરેલુ વ્યવહારોમાંથી GST 8.4 ટકા વધીને રુપિયા 1.32 લાખ કરોડ થયો છે, જ્યારે આયાત પરના ટેક્સમાંથી આવક લગભગ ચાર ટકા વધીને રુપિયા 44,268 કરોડ થઈ છે. મહિના દરમિયાન રુપિયા 22,490 કરોડ રિફંડ કરવામાં આવ્યા હતા. જે ગયા વર્ષના સમાન મહિના કરતાં 31 ટકા વધુ છે. રિફંડ કરેલી રકમ માટે એડજસ્ટ કર્યા પછી, નેટ GST કલેક્શન 3.3 ટકા વધીને રુપિયા 1.54 લાખ કરોડ થયું છે.
2025માં કરવેરા સરળીકરણ પર ભાર