પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે બે દિવસીય વ્યાપાર સમિટ દરમિયાન રાજ્યને રુપિયા 4.40 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટ પ્રસ્તાવો મળ્યા છે. તેમણે કહ્યું કે રાજ્ય ઇન્વેસ્ટર્સ માટે ખૂબ જ આકર્ષક સ્થળ છે. બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (BGBS)ના સમાપન સત્રમાં બોલતા, બેનર્જીએ જણાવ્યું હતું કે વિવિધ સેક્ટર્સમાં 212 MOU અને આશય પત્રો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે ઇન્વેસ્ટ સ્થળ તરીકે રાજ્યની સંભાવનાને પ્રકાશિત કરે છે.
હજારો નોકરીઓનું થશે સર્જન
તેમણે કહ્યું, “બે દિવસના કાર્યક્રમ દરમિયાન, અમને 4,40,595 લાખ કરોડ રૂપિયાના ઇન્વેસ્ટ પ્રસ્તાવો મળ્યા છે. આનાથી પશ્ચિમ બંગાળમાં હજારો રોજગારીની તકો ઊભી થશે. બેનર્જીએ કહ્યું કે BGBS 2025ને મળેલો "જબરદસ્ત પ્રતિસાદ" બંગાળની "વધતી જતી આર્થિક સંભાવના"નો પુરાવો છે. 2011થી તેમની સરકારના વિકાસ પ્રયાસોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે આ પહેલથી રાજ્યના 1.72 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર આવવામાં મદદ મળી છે. તેમણે કહ્યું, "માળખાકીય સુવિધાઓ, ઉદ્યોગ અને સામાજિક કલ્યાણ પર અમારા સતત ધ્યાનને કારણે આ પરિણામો આવ્યા છે."
રિલાયન્સે ઇન્વેસ્ટ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી