આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ સમજૂતી માટે વાતચીત ચાલી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સમજૂતીને અંતિમ રૂપ આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ રિપોર્ટ બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવો તણાવ ઉભો કરી શકે છે.
IAEAએ ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમની દિશા બદલવા અને એજન્સીની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા તાકીદ કરી છે.
સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે ઈરાને પરમાણુ હથિયાર બનાવવા માટે જરૂરી યુરેનિયમનો સંવર્ધન કરેલો જથ્થો નોંધપાત્ર રીતે વધારી દીધો છે. આ ખુલાસાએ ગ્લોબલ લેવલે ખળભળાટ મચાવી દીધો છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ સમજૂતી અંગે વાતચીત ચાલી રહી છે.
ઈરાનનો યુરેનિયમ સંગ્રહ: ચિંતાજનક આંકડા
IAEAના તાજેતરના ગુપ્ત રિપોર્ટ અનુસાર, 17 મે, 2025 સુધી ઈરાને 60% સુધી સંવર્ધિત 408.6 કિલોગ્રામ યુરેનિયમનો જથ્થો એકઠો કર્યો છે. આ જથ્થો હથિયાર-ગ્રેડ યુરેનિયમ (90%) બનાવવા માટે માત્ર એક ટેકનિકલ સ્ટેપ દૂર છે. ફેબ્રુઆરીમાં એજન્સીના અગાઉના રિપોર્ટમાં આ જથ્થો 274.8 કિલોગ્રામ હોવાનું જણાવાયું હતું, એટલે કે થોડા મહિનામાં જ 133.8 કિલોગ્રામનો વધારો થયો છે. IAEAના વડા રાફેલ મારિયાનો ગ્રોસીએ ચેતવણી આપી છે કે, "ઈરાન એકમાત્ર એવો દેશ છે જે પરમાણુ હથિયાર વિનાના દેશ તરીકે આ લેવલે યુરેનિયમ સંવર્ધન કરી રહ્યો છે."
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધવાની શક્યતા
આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ સમજૂતી માટે વાતચીત ચાલી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સમજૂતીને અંતિમ રૂપ આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ રિપોર્ટ બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવો તણાવ ઉભો કરી શકે છે. IAEAએ ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમની દિશા બદલવા અને એજન્સીની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા તાકીદ કરી છે.
ઈરાનનું વલણ: પ્રતિબંધો હટાવવાની શરત
ઈરાનના અધિકારીઓએ આ રિપોર્ટના જવાબમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "જ્યાં સુધી ઈરાન પરના તમામ પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવવામાં નહીં આવે અને તેના પરમાણુ કાર્યક્રમને ચાલુ રાખવાની મંજૂરી નહીં આપવામાં આવે, ત્યાં સુધી કોઈ સમજૂતી સ્વીકાર્ય નહીં હોય." આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ અગાઉ ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ઈરાન પર હુમલો ન કરવા જણાવ્યું હતું, જેથી પરમાણુ સમજૂતી માટેની વાતચીતને તક મળી શકે.
મિડલ ઈસ્ટમાં યુદ્ધની ચિંતા
IAEAના વડા ગ્રોસીએ શનિવારે ફરી એકવાર ચેતવણી આપી કે, "ઈરાને તાત્કાલિક એજન્સી સાથે સંપૂર્ણ સહયોગ કરવો જોઈએ." ઈરાનના વધતા યુરેનિયમ સંવર્ધનથી મિડલ ઈસ્ટમાં તણાવ અને યુદ્ધની શક્યતાઓ વધી શકે છે, જે ગ્લોબલ સ્થિરતા માટે ખતરો બની શકે છે.