ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે એક નિવેદનમાં કન્ફોર્મ કર્યું છે કે હમાસના વડા ઈસ્માઈલ હાનિયા અને તેમના એક અંગરક્ષકને તેહરાનમાં નિશાન બનાવતા માર્યા ગયા છે. હાનિયાના નિર્દેશ પર જ હમાસે ગયા વર્ષે ઈઝરાયલ પર આતંકવાદી હુમલો કર્યો હતો.
ઇઝરાયલે ગયા વર્ષે 7 ઓક્ટોબરે થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા માર્યો ગયો છે. ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાનિયા અને તેના એક અંગરક્ષકની તેહરાન સ્થિત તેમના નિવાસસ્થાને હત્યા કરવામાં આવી છે. ઈસ્માઈલ હાનિયા આતંકી સંગઠન હમાસનો લીડર હતો. તેઓ ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ માટે ઈરાનની મુલાકાતે હતો. આ પહેલા એપ્રિલમાં હનિયાના ત્રણ પુત્રો હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.
IRGCએ કન્ફોર્મ કર્યું
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ કન્ફોર્મ કરી કે આ હુમલામાં તેહરાનમાં હાનિયાના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં હમાસના વડા તેમજ એક અંગરક્ષકનું મૃત્યુ થયું હતું. હાનિયા 2019થી પેલેસ્ટાઈનની બહાર રહેતો હતો. ઇસ્માઇલ હાનિયાના નિર્દેશ પર જ હમાસે ગયા વર્ષે ઇઝરાયેલ પર બર્બર આતંકવાદી હુમલો કર્યો હતો.
તમને જણાવી દઈએ કે એપ્રિલ 2024માં ઈઝરાયલની સેનાએ હાનિયાના ત્રણ પુત્રોને પણ મારી નાખ્યા હતા. ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કર્યો હતો જેમાં હાનિયાના ત્રણ પુત્રો માર્યા ગયા હતા. ત્યારે ઈઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે હાનિયાના ત્રણ પુત્રો આમિર, હાઝેમ અને મોહમ્મદ ગાઝામાં આતંકવાદી ગતિવિધિઓ કરવા જઈ રહ્યા હતા, આ દરમિયાન ત્રણેય હવાઈ હુમલામાં આવ્યા હતા. હાનિયા 6 મે 2017ના રોજ હમાસના પોલિટિકલ બ્યુરોના વડા તરીકે ચૂંટાયો હતો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 2018માં હાનિયાને આતંકી જાહેર કર્યો હતો.
ઈસ્માઈલ હાનિયા 1987માં હમાસમાં જોડાયો હતો. શૂરા કાઉન્સિલ, હમાસની સૌથી મોટી નિર્ણય લેતી સંસ્થા, તેણે 2021માં ચાર વર્ષની મુદત માટે તેમને ફરીથી ચૂંટ્યો. સંસ્થામાં તેનુ કદ એટલું મોટું હતું કે તેને પડકારવા માટે કોઈ નહોતું. આ જ કારણ હતું કે તે બિનહરીફ ચૂંટાયો હતો. હમાસ ચીફ હોવાને કારણે હાનિયા ઈઝરાયલનો કટ્ટર દુશ્મન હતો. આ પહેલા ઈઝરાયલે બેરુતમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ફુઆદ શુકરને મારી નાખ્યો હતો.