જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં વાસ્તવિક દ્રષ્ટિએ 7.06 ટકાના દરે ગ્રોથ પામવાનો અંદાજ છે, જ્યારે બજાર ભાવે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) 2024-25માં 11.19 ટકાના દરે વધવાની ધારણા છે. આ વાત 2025 માટેના આર્થિક સમીક્ષા અહેવાલ (ESR)માં જણાવવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં બેરોજગારીનો દર 2019-20માં 6.7 ટકાથી ઘટાડીને 2023-24માં 6.1 ટકા થયો છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુરુવારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં આર્થિક સમીક્ષા અહેવાલ રજૂ કર્યો. ઓમર અબ્દુલ્લા નાણા મંત્રાલય પણ ધરાવે છે.