Joint operation of ATS NCB: ગુજરાત ATSએ ભારતીય કોસ્ટ ગાર્ડ અને NCB સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં છ પાકિસ્તાની ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા હતા. આ ઓપરેશનમાં 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે. કોસ્ટ ગાર્ડ, એટીએસ અને એનસીબીએ મળીને અત્યાર સુધીમાં 3,135 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
આ ઓપરેશન અંગે, NCBએ જણાવ્યું હતું કે 11 અને 12 માર્ચે રાતોરાત સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે 6 ક્રૂ અને આશરે રૂ. 480 કરોડની કિંમતનું આશરે 80 કિલો ડ્રગ્સ સાથે એક પાકિસ્તાની બોટને અટકાવી હતી. પોરબંદરથી લગભગ 350 કિમી દૂર અરબી સમુદ્રમાં ICG જહાજો અને ડોર્નિયર એરક્રાફ્ટને સંડોવતા સમન્વયિત સમુદ્ર-હવા ઓપરેશનમાં બોટને અટકાવવામાં આવી હતી. આ ઓપરેશને ICG, NCB અને ATS ગુજરાત વચ્ચે સારી રીતે સંકલિત પ્રયાસો દર્શાવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં ICG દ્વારા ATS ગુજરાત અને NCB સાથે સંયુક્ત રીતે કરવામાં આવેલી આ દસમી ધરપકડ છે, જેમાં રૂ. 3,135 કરોડની કિંમતના 517 કિલો નાર્કોટિક્સનો જથ્થો સામેલ છે.
આપને જણાવી દઈએ કે કોસ્ટ ગાર્ડ, એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અત્યાર સુધીમાં 3135 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આજે બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવા માટે કોસ્ટ ગાર્ડ દ્વારા ડોર્નિયર એરક્રાફ્ટની મદદથી પાકિસ્તાની બોટને દરિયાની વચ્ચે અટકાવવામાં આવી હતી. તાજેતરમાં વેરાવળમાં ડોર્નિયર એરક્રાફ્ટમાંથી જપ્ત કરાયેલી દવાઓ અંગે પણ ઇનપુટ આપવામાં આવ્યા હતા.