2017 અને 2022ની વચ્ચે ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓની સરેરાશ આવક માથાદીઠ માત્ર 59 રૂપિયા રહી છે. આ સાથે પંચાયતો માટે ઓન સોર્સ રેવેન્યુ (OSR) ઓછો રહે છે. પંચાયતી રાજ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ગ્રામીણ સંસ્થાઓને વધુ નાણાકીય સ્વતંત્રતા આપવા માટે 2017 થી 2022 વચ્ચે OSR વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો કે, મંત્રાલય દ્વારા સંકલિત ડેટા અનુસાર, 2017 અને 2022 ની વચ્ચે, પંચાયતોએ OSR તરીકે માત્ર 5,118.98 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ રકમ દેશભરની 2.25 લાખ ગ્રામ પંચાયતો માટે પાંચ વર્ષના સમયગાળામાં વ્યક્તિ દીઠ રુપિયા 59 અને પંચાયત દીઠ રુપિયા 2.27 લાખ જેટલી થાય છે.



