GDP Growth Rate: આગામી નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ રેટ 6.5 ટકાથી વધુ રહેશે. મૂડીઝ રેટિંગ્સે આ અંદાજ લગાવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 6.3 ટકાના દરે ગ્રોથ પામશે તેવી ધારણા છે. મૂડીઝે જણાવ્યું હતું કે સરકારી મૂડી ખર્ચમાં વધારો, ટેક્સ ઘટાડા અને વ્યાજ દરમાં ઘટાડો થવાથી વપરાશ વધશે અને આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર ઝડપી ગતિએ વિકાસ પામશે. બેન્કિંગ સેક્ટર માટે સ્થિર આઉટલુકનો અંદાજ લગાવતા, મૂડીઝે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય બેન્કો માટે કાર્યકારી વાતાવરણ અનુકૂળ રહેશે, પરંતુ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર સુધારા પછી તેમની સંપત્તિ ગુણવત્તામાં સામાન્ય ઘટાડો થશે.



