અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા માટે સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યુટી 25 ટકાથી વધારીને 50 ટકા કરવાની જાહેરાત કરી. આના કારણે બંને પડોશી દેશો વચ્ચે ટ્રેડ વોર વધુ ઘેરું બનવાની શક્યતા દેખાઈ રહી છે. ટ્રમ્પે કહ્યું કે ટેરિફ વધારવાનો આ નિર્ણય અમલમાં આવશે. તેમણે કહ્યું કે ટેરિફમાં વધારો કેનેડિયન પ્રાંતીય સરકાર દ્વારા યુએસને વેચાતી વીજળીના ભાવ વધારવાના સ્ટેપનો પ્રતિભાવ હતો. અમેરિકન રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટમાં કહ્યું કે મેં મારા વાણિજ્ય મંત્રીને કેનેડાથી અમેરિકા આવતા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર વધારાની 25 ટકા ડ્યુટી લાદવાનો નિર્દેશ આપ્યો છે. તે વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે.