Bihar Reservation High Court: પટના હાઈકોર્ટે બિહાર આરક્ષણ અધિનિયમને રદ કરી દીધો છે જેણે બિહારમાં સરકારી નોકરીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં રિઝર્વેશન વધારીને 65 ટકા કરી દીધી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારની મહાગઠબંધન સરકારે જાતિ આધારિત સર્વે રિપોર્ટના આધારે EBC, OBC, દલિતો અને આદિવાસીઓ માટે રિઝર્વેશન વધારીને 65 ટકા કરી હતી. આર્થિક રીતે પછાત લોકો (ઉચ્ચ જાતિ) માટે 10 ટકા આરક્ષણ સહિત, બિહારમાં નોકરી અને પ્રવેશ ક્વોટા વધીને 75 ટકા થયો હતો. યુથ ફોર ઈક્વાલિટી અને અન્ય સંગઠનોએ બિહાર રિઝર્વેશન એક્ટને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ જ અપીલ પર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની બેન્ચે રિઝર્વેશન વધારતા આ કાયદાને રદ કર્યો છે.