PM Modi USa Visit: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે. અહીં PM મોદી અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય, વ્હાઇટ હાઉસ ખાતે મળશે. આ માહિતી ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. તમને જણાવી દઈએ કે સોમવારે રાત્રે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. તાજેતરમાં, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
આ યાત્રા ફેબ્રુઆરીમાં થઈ શકે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (ભારતીય સમય મુજબ) જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે મુલાકાત માટે વ્હાઇટ હાઉસની મુલાકાત લઈ શકે છે, સંભવતઃ ફેબ્રુઆરીમાં. ટ્રમ્પે PM મોદી વિશે કહ્યું- "આજે (સોમવારે) સવારે મારી તેમની સાથે લાંબી વાતચીત થઈ. બધા વિષયો પર ચર્ચા થઈ. તેઓ કદાચ આવતા મહિને ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવશે. ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે."
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે