Gujarat Rainfall: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં ખાબક્યો? | Moneycontrol Gujarati
Get App

Gujarat Rainfall: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં ખાબક્યો?

Gujarat Rainfall: સારા વરસાદને પગલે રાજ્યમાં 40 લાખ હેક્ટરમાં વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. તો સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત્ રહેશે.

અપડેટેડ 01:31:07 PM Jul 11, 2024 પર
Story continues below Advertisement
Gujarat Rainfall: આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત્ રહેશે.

Gujarat Rainfall: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પાછલા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. સૌથી વધુ બોટાદમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના દસાડામાં સવા ઇંચ, મોરબીના ટંકારામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુરના બોડેલીમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમરેલીના લીલિયા ગીર સોમનાથના પાટણ વેરાવડ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં અડધો અડધો ઇંચ મેઘવર્ષા થઈ હતી. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનના સરેરાશ વરસાદના 25% જેટલો વરસાદ વરસી ચુક્યો છે.

રાજ્યમાં વાવેતરની સ્થિતિ

સારા વરસાદને પગલે રાજ્યમાં 40 લાખ હેક્ટરમાં વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. તો સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત્ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હેવી ટુ વેરી હેવી રેન ગુજરાત રીજન માટે આપવામાં આવ્યું છે. સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર રીજનમાં પણ આગામી 24 કલાક માટે હેવી ટુ વેરી હેવી રેનની વોર્નિંગ અપાઈ છે. જેમાં છુટા છવાયા વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. સાથે બે દિવસ માટે થંડરસ્ટોમ વોર્નિંગ અપાઈ છે.

દક્ષિણ મધ્યમાં અતિભારેની આગાહી

દક્ષિણ ગુજરાત માટે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, ભરૂચ સાથે મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, અમદાવાદમાં વેરી હેવી રેન ફોલ થવાની સંભાવના છે. અને બાકીના ગુજરાત રીજનમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.


આ પણ વાંચો - રશિયાથી લેવામાં આવેલા સૈન્ય સાધનોના સ્પેરપાર્ટ્સ ભારતમાં જ બનશે, મોદી-પુતિન બેઠકમાં ઉઠાવવામાં આવ્યો મુદ્દો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 11, 2024 1:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.