રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ પેમેન્ટ સિસ્ટમને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્ય સાથે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે નોન-બેન્ક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોએ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પ્રવૃત્તિઓને ઓળખવા અને એલર્ટ આપવા માટે રીઅલ-ટાઇમ ફ્રોડ મોનિટરિંગ સ્ટેપ મૂકવા પડશે. નોન-બેન્ક PSO એ 'માસ્ટર' એટલે કે સાયબર સ્ટ્રેન્થ અને ડિજિટલ પેમેન્ટ સિક્યોરિટી કંટ્રોલ પર જાહેર કરાયેલ મૂળભૂત ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.