RBI MPC Meeting: આસમાને પહોંચતા ફુગાવાએ ફરી એકવાર RBIના પગલાં રોકી દીધા છે. શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી (MPC) ની દ્વિમાસિક સમીક્ષા બેઠકની જાહેરાત કરતી વખતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ સતત 11મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટ 6.5 પર સ્થિર રાખ્યો છે. લાંબા સમયથી સસ્તી લોન અને EMI ઘટાડાની રાહ જોઈ રહેલા લોકો માટે RBIનું આ પગલું આંચકા સમાન છે. હવે EMI ઘટાડવા માટે ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે.