ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ હવે ટૂંક સમયમાં વિડિયો ગેમ્સના ક્ષેત્રમાં પણ કદમ મૂકવા જઈ રહી છે. રિલાયન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રાઇઝ વર્લ્ડવાઇડ ભારતમાં ઈ-સ્પોર્ટ્સ બિઝનેસ માટે એક સંયુક્ત સાહસ શરૂ કરશે. આ માટે રાઇઝ વર્લ્ડવાઇડે BLAST ઈ-સ્પોર્ટ્સ સાથે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ કરી છે. કંપનીના નિવેદન મુજબ, આ ભાગીદારી ભારતીય ગેમિંગ બજારમાં ઉચ્ચ સ્તરની ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી વિકસાવવા અને ચાહકો, પ્લેયર્સ તેમજ બ્રાન્ડ્સ માટે BLASTની આંતરરાષ્ટ્રીય સંપદા રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.