વડોદરા શહેરમાં અતિભારે વરસાદથી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા કરાઇ જાહેર | Moneycontrol Gujarati
Get App

વડોદરા શહેરમાં અતિભારે વરસાદથી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા કરાઇ જાહેર

વડોદરાની શાળાઓમાં આજથી શરૂ થતી પરીક્ષાઓ પણ સત્તધિશોએ મુલતવી રાખી છે. રાજમાર્ગો પર પાણી ભરાતા DEO કચેરીએ નિર્ણય લીધો છે. વિશ્વામિત્રી નદી ગમેત્યારે ભયજનક સપાટી વટાવી શકે છે

અપડેટેડ 10:56:36 AM Jul 25, 2024 પર
Story continues below Advertisement
વિશ્વામિત્રી ગાંડીતૂર બની

વડોદરા શહેરમાં અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે DEOએ શાળાઓમાં રજા જાહેર કરી છે. જેમાં વરસાદી પાણીના ભરાવાને પગલે કોલેજોમાં પણ રજા જાહેર કરી છે. તેમાં શાળાઓમાં આજથી શરૂ થતી પરીક્ષાઓ પણ સત્તધિશોએ મુલતવી રાખી છે. વડોદરા શહેરના રાજમાર્ગો પર પાણી ભરાતા DEO કચેરીએ નિર્ણય લીધો છે. જેમાં ગતરોજ શાળાઓ વહેલી છોડવામાં આવતા રસ્તામાં બાળકો ફસાયા હતા.

વિશ્વામિત્રી ગાંડીતૂર બની

સ્કૂલ વાન પાણીમાં ફસાતા બાળકોને લેવા વાલીઓએ દોડધામ કરી હતી. તેમજ આજવા સરોવરનું લેવલ 212.21 ફૂટે પહોંચ્યું છે. તેમજ ગઈકાલે રાત્રે 11.40 કલાકે 212.08 ફૂટે સપાટી પહોંચતા પાણીનો ઓવરફ્લો શરૂ થયો હતો. આખી રાત ઉપરવાસમાં વરસાદને પગલે આજવા સરોવરના જળસ્તરની સપાટીમાં વધારો થયો છે. આજવા સરોવરમાંથી પાણી ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે. વિશ્વામિત્રી નદીનું કાલાઘોડા સર્કલ પાસે લેવલ 26 ફૂટે પહોંચ્યું છે. તેમજ વિશ્વામિત્રી નદી ગમેત્યારે ભયજનક સપાટી વટાવી શકે છે.


8 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ

વડોદરા મહાનગર પાલિકાનું ફાયરબ્રિગેડ અને પોલીસ તંત્રની ટીમો સ્ટેન્ડબાય રખાઈ છે. 8 ઇંચ વરસાદથી વડોદરામાં પૂરની સ્થિતિ હોય તેવો માહોલ સર્જાયો છે. ચારે તરફ પાણીની વચ્ચે વડોદરા જળબંબાકાર થયું છે. શહેરમાં હજુ પણ વરસાદ શરૂ છે. વડોદરાના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વરસાદથી વડોદરાના લોકોની સ્થિતિ બગડી છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રાવપુરા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. વરસાદના કારણે પાણી ભરાતા તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. શહેર અને જિલ્લામાં સવારથી સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન છે.

આ પણ વાંચો - Gujarat rainfall: ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર, જુઓ વીડિયો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 25, 2024 10:56 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.