New Rules from July 1 : 1 જુલાઈ 2026થી બદલાઈ રહ્યા છે 5 મોટા નિયમો, તમારી બેંક, ટેક્સ અને પાસપોર્ટ પર પડશે સીધો અસર
1 જુલાઈ 2026થી બદલાઈ રહ્યા છે ટેક્સ, બેંકિંગ અને પાસપોર્ટના નિયમો. શું તમને થશે ફાયદો કે નુકસાન? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી.
આધાર કાર્ડ ધારકો માટે ખૂબ જ રાહતના સમાચાર છે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તાધિકારી દ્વારા આધાર એપના માધ્યમથી રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અપડેટ કરવાની 75ની ફી સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે.
New Rules from July 1 : દરેક મહિનાની શરૂઆત પોતાની સાથે કેટલાક નવા ફેરફારો લઈને આવે છે. પરંતુ 1 જુલાઈ 2026ની તારીખ ખાસ છે, કારણ કે આ દિવસે દેશમાં આર્થિક જગત સાથે જોડાયેલા ૫ મોટા નિયમોમાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો સામાન્ય કરદાતાઓ, બેંક ગ્રાહકો, ક્રેડિટ કાર્ડ યુઝર્સ અને પાસપોર્ટ ધારકોને સીધી રીતે પ્રભાવિત કરશે. આવો જાણીએ શું બદલાશે તમારા જીવનમાં.
1. ITR ફાઇલિંગ: સમય મર્યાદાનું ખાસ ધ્યાન રાખો
જો તમે નાણાકીય વર્ષ 2025-26માટે ITR-1 અને ITR-2 ફાઇલ કરવાના હોવ, તો હવે તમારી પાસે સમય ખૂબ ઓછો છે. આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. જો તમે આ ડેડલાઈન ચૂકી જશો તો તમારે દંડ તો ભરવો જ પડશે, સાથે જ તમે તમારી પસંદગીનું ટેક્સ રિજીમ પસંદ કરવાની તક પણ ગુમાવી શકો છો. તેથી સમય રહેતા રિટર્ન ફાઇલ કરી દેવું હિતાવહ છે.
2. આધાર અપડેટ હવે સંપૂર્ણપણે ફ્રી
આધાર કાર્ડ ધારકો માટે ખૂબ જ રાહતના સમાચાર છે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તાધિકારી દ્વારા આધાર એપના માધ્યમથી રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અપડેટ કરવાની 75ની ફી સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે. આ સુવિધા 31 ડિસેમ્બર 2026 સુધી એટલે કે આગામી 6 મહિના માટે બિલકુલ મફત રહેશે.
૩. ક્રેડિટ કાર્ડના નિયમોમાં બદલાવ: SBI અને HDFC ગ્રાહકો સાવધાન
1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ વાપરનારાઓ માટે બે મોટા ફેરફાર છે.
SBI Card: અમુક ચોક્કસ કાર્ડ્સ જેમ કે PhonePe SBI Credit Cardsના રિવોર્ડ પોઈન્ટ્સ પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે રિવોર્ડ પોઈન્ટ્સ મેળવવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
HDFC Bank: હવેથી એરપોર્ટ લાઉન્જ એક્સેસ મેળવવા માટે શરતો કડક થઈ છે. તમને ત્યારે જ ૩ ફ્રી ડોમેસ્ટિક લાઉન્જ એક્સેસ મળશે જો તમે અગાઉની ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછા 60000નો ખર્ચ કર્યો હોય.
4. પાસપોર્ટ બનશે મોંઘો
જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો અને નવો પાસપોર્ટ કઢાવવો છે, તો હવે વધુ ખર્ચ કરવો પડશે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ (સંશોધન) નિયમ, 2026 હેઠળ ફીમાં વધારો કર્યો છે:
સામાન્ય પાસપોર્ટ : ફી 1500થી વધીને હવે 2500 થઈ છે.
તત્કાલ પાસપોર્ટ : હવે 3500ને બદલે 5000 ચૂકવવા પડશે.
60 પેજ પાસપોર્ટ: સામાન્ય માટે 3500 અને તત્કાલ માટે 6000 ફી નક્કી કરવામાં આવી છે.
5.RBI ના નવા નિયમો: બેંકોની મનમાની પર રોક
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 1 જુલાઈ 2026થી બેંક ગ્રાહકોના હિતમાં નવો બિઝનેસ કન્ડક્ટ નિયમ લાગુ કરી રહી છે. ઘણીવાર બેંક કર્મચારીઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને વીમા પોલિસી જેવી પ્રોડક્ટ્સ વેચતા હોય છે. નવા નિયમ મુજબ જો 'મિસ-સેલિંગ' સાબિત થાય, તો બેંકે ગ્રાહકને આખા પૈસા પાછા આપવા પડશે અને સાથે વળતર પણ ચૂકવવું પડશે. ઉપરાંત, ડિજિટલ પ્લેટફોર્મ પરના ડાર્ક પૅટર્ન્સ સામે પણ કડક પગલાં લેવામાં આવશે.