7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓને આગામી મહિનામાં વધુ એક સારા સમાચાર મળવાના છે. તાજેતરમાં, સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા ડીએમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ આવનારા સમયમાં સરકાર ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. ડીએ અને ડીઆર વર્ષમાં બે વખત સરકાર દ્વારા સુધારવામાં આવે છે.
જુલાઈમાં ફરી એકવાર ડીએમાં વધારો થઈ શકે
હાલમાં ડીએ કેવી રીતે ગણવામાં આવે છે?
કેન્દ્ર સરકાર એક ફોર્મ્યુલાના આધારે કર્મચારીઓ માટે ડીએ અને ડીઆરમાં સુધારો કરે છે.
મોંઘવારી ભથ્થું ટકાવારી = (છેલ્લા 12 મહિના માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક (આધાર વર્ષ 2001=100) 126.33)/126.33) x100
કેન્દ્રીય જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે: (છેલ્લા ત્રણ મહિના માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (આધાર વર્ષ 2001=100)-126.33)/126.33)x100
વર્તમાન DA વધારો પછી પગારમાં કેટલો વધારો થયો છે?
માર્ચમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ વધારાનો સીધો ફાયદો કેન્દ્ર સરકારના 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનધારકોને થઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે, જો સરકારી કર્મચારીનો માસિક પગાર આશરે રૂપિયા 42,000 છે અને મૂળ પગાર રૂપિયા 25,500ની આસપાસ છે, તો તેને મોંઘવારી ભથ્થા તરીકે રૂપિયા 9,690 મળશે. ડીએમાં 4 ટકાના વધારા બાદ 10,710 રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે આપવામાં આવી રહ્યા છે. જેમાં દર મહિને પગારમાં 1,020 રૂપિયાનો વધારો થયો છે.