7th Pay Commission: આગામી મહિને કેન્દ્ર સરકાર ફિટમેન્ટ ફેક્ટર અંગે નિર્ણય લઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર જુલાઈમાં ફિટમેન્ટ ફેક્ટર વધારવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં સીધો 8,000 રૂપિયાનો વધારો થશે. જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારાને કારણે મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ જશે. સરકારી કર્મચારીઓ પણ ઘણા સમયથી સરકાર પાસે ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યા છે.