8th Pay Commission : 8મું પગાર પંચ ફૂલ એક્શનમાં, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આવ્યા આ 5 મોટા અપડેટ્સ
8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર! ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારા અંગે પંચ ફૂલ એક્શનમાં છે. જાણો આજના 5 સૌથી મોટા અને લેટેસ્ટ અપડેટ્સ.
કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025 ના રોજ 8મા પગાર પંચની રચના કરી હતી. આ પંચને પોતાનો ફાઇનલ રિપોર્ટ સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
8th Pay Commission : કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. પગાર પંચ હવે સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે અને રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી તેજ કરી દીધી છે. આજથી એટલે કે 7 સપ્ટેમ્બરથી પગાર પંચનો બે દિવસીય ચેન્નાઈ પ્રવાસ શરૂ થઈ ગયો છે.
આવો જાણીએ કે આ પ્રવાસનો મુખ્ય હેતુ શું છે અને 8મા પગાર પંચને લઈને અત્યાર સુધીના 5 સૌથી મોટા અપડેટ્સ કયા છે.
ચેન્નાઈ પ્રવાસ અને કર્મચારી યુનિયનો સાથે મુલાકાત
પગાર પંચની ટીમ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈમાં છે. અહીં તેઓ અલગ-અલગ કર્મચારી યુનિયનો અને મુખ્ય આગેવાનો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે. આ બેઠકમાં કર્મચારીઓની માંગણીઓ, તેમની સમસ્યાઓ અને પગાર વધારા અંગેના સૂચનો પર વિગતવાર ચર્ચા થઈ રહી છે. નોંધનીય છે કે, ચેન્નાઈ પહેલા આ કમિશન દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોનો પ્રવાસ કરી ચૂક્યું છે.
ચેન્નાઈની બેઠકમાં કયા મુખ્ય મુદ્દાઓ પર થશે ચર્ચા?
આ બે દિવસીય બેઠકમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે. કર્મચારીઓનો બેઝિક પગાર અને પેન્શન નક્કી કરવા માટે સૌથી મહત્વના ગણાતા ફિટમેન્ટ ફેક્ટરના મલ્ટિપલ પર ચર્ચા. હાલમાં નોકરી કરતા કર્મચારીઓના પગાર અને નિવૃત્ત થઈ ચૂકેલા લોકોના પેન્શનમાં સુધારો કરવો. મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓમાં કેટલો વધારો થવો જોઈએ તે અંગેના સૂચનો. કર્મચારીઓ માટે ઓફિસનું વાતાવરણ અને વર્કિંગ કન્ડિશન વધુ સારી બનાવવા અંગે ચર્ચા.
કમિશનની કામગીરી ક્યાં સુધી પહોંચી?
કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025 ના રોજ 8મા પગાર પંચની રચના કરી હતી. આ પંચને પોતાનો ફાઇનલ રિપોર્ટ સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ 18 મહિનામાંથી પંચે પોતાના 10 મહિના પૂર્ણ કરી લીધા છે. હાલમાં ટીમ અલગ-અલગ રાજ્યોમાં જઈને ગ્રાઉન્ડ લેવલ પર રિપોર્ટ તૈયાર કરી રહી છે.
ફિટમેન્ટ ફેક્ટરને લઈને શું છે સાચી સ્થિતિ?
હાલમાં સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં ફિટમેન્ટ ફેક્ટર 2.15, 2.28 કે 2.57 રહેશે તેવી અટકળો ચાલી રહી છે. પરંતુ કર્મચારીઓએ એ જાણવું જરૂરી છે કે, સરકારે કે પંચે હજુ સુધી ફિટમેન્ટ ફેક્ટર કે પગાર વધારા અંગે કોઈ જ સત્તાવાર જાહેરાત કરી નથી. ઇતિહાસ પર નજર કરીએ તો 6ઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતું, જ્યારે 7મા પગાર પંચમાં તે 2.57 નક્કી કરાયું હતું. હવે જોવાનું એ રહે છે કે 8મું પગાર પંચ કેટલી ભલામણ કરે છે.
પગાર પંચનો આગામી શેડ્યૂલ
ચેન્નાઈની મુલાકાત બાદ પંચનો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે, જેની સત્તાવાર માહિતી વેબસાઈટ પર મુકવામાં આવી છે.