જો ફિટમેન્ટ ફેક્ટર 2.08 પર નક્કી કરવામાં આવે, તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 37,440 રૂપિયા થઈ શકે છે.
8th Pay Commission: દેશના 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આંચકો લાગી શકે છે. સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. ત્યારથી, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આશા રાખી રહ્યા છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થશે. પણ કદાચ આવું ન પણ થાય, 8માx પગાર પંચ અંગે એક અપડેટ આવી છે.
શું 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થશે?
લગભગ 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોના પગાર અને ભથ્થામાં સુધારો કરવા માટે રચાયેલા 8માં પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની શક્યતા ઓછી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ 7મા પગાર પંચની ભલામણો 2016 માં લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થયો. જોકે, 8મા પગાર પંચના અમલીકરણ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ કારણોસર, તેનો અમલ ક્યારે થશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી
16 જાન્યુઆરી, 2025ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી. આ કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ધોરણ અને પેન્શનરોના ભથ્થાઓની સમીક્ષા કરશે. સરકારે સંકેત આપ્યો છે કે આ કમિશનની ભલામણોથી પગાર માળખામાં મોટા ફેરફારો થઈ શકે છે. કર્મચારીઓ અને પેન્શનરોને આશા છે કે આ કમિશન પગારમાં સારો વધારો આપશે, જેનાથી તેમની ખરીદ શક્તિ વધશે.
પગાર કેટલો વધી શકે છે?
જો ફિટમેન્ટ ફેક્ટર 2.08 પર નક્કી કરવામાં આવે, તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 37,440 રૂપિયા થઈ શકે છે. તે જ સમયે, પેન્શન 9,000 રૂપિયાથી વધીને 18,720 રૂપિયા થઈ શકે છે. પરંતુ જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી જાય, તો પગાર 186% વધી શકે છે. જો આવું થાય, તો લઘુત્તમ પગાર વધીને રૂ. 51,480 અને પેન્શન રૂ. 25,740 થઈ શકે છે.
હાલમાં સાતમું પગાર પંચ ચાલી રહ્યું છે
સરકાર સમયાંતરે પગાર પંચની રચના કરે છે, જે તમામ સરકારી કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓના પગાર માળખા અંગે ભલામણો આપે છે. સ્વતંત્રતા પછી 1947માં પ્રથમ પગાર પંચની રચના કરવામાં આવી હતી. ત્યારથી, સાત પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે. 2014માં રચાયેલા 7મા પગાર પંચે નવેમ્બર 2015માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. તેનો અમલ વર્ષ 2016 માં કરવામાં આવ્યો હતો.