અમૂલે દિવાળી પહેલાં ઘી 50 રૂપિયા અને બટર 15 રૂપિયા મોંઘું કર્યું. 1 કિલો ઘી હવે 680 રૂપિયા. ગાયના ઘીની અછત, નકલી ઘીની કાર્યવાહી બાદ માંગ વધી. જાણો નવા ભાવ.
ઓનલાઇન પ્લેટફોર્મ પર તો ભાવ હજુ ઊંચા છે. ગાયનું ઘી 740 રૂપિયા પ્રતિ લીટર અને ભેંસનું ઘી 720 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે, અને ત્યાં પણ સ્ટોક ઓછો હોવાના સંકેતો છે.
Amul price hike: દિવાળી આવે એટલે ઘરમાં મીઠાઈ બનાવવાની ધમાલ શરૂ થાય. પરંતુ આ વખતે તહેવારો પહેલાં જ સામાન્ય માણસના ખિસ્સા પર મોટો ફટકો પડ્યો છે. અમૂલે ઘી અને બટરના ભાવમાં સીધો વધારો ઝીંકી દીધો છે. 1 કિલો ઘી 50 રૂપિયા મોંઘું થયું છે, તો બટર પણ 15 રૂપિયા વધી ગયું છે. ઉપરાંત બજારમાં અમૂલ ગાયના ઘીની અછત પણ સર્જાઈ છે, જેથી ગ્રાહકોની મુશ્કેલી બમણી થઈ ગઈ છે.
નવા ભાવ: કેટલું મોંઘું થયું?
અમૂલના અપડેટેડ રેટ લિસ્ટ મુજબ ભાવમાં આ ફેરફાર થયા છે.
ઓનલાઇન પ્લેટફોર્મ પર તો ભાવ હજુ ઊંચા છે. ગાયનું ઘી 740 રૂપિયા પ્રતિ લીટર અને ભેંસનું ઘી 720 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે, અને ત્યાં પણ સ્ટોક ઓછો હોવાના સંકેતો છે.
ભાવ કેમ વધ્યા? 3 મોટા કારણો
ઘી અને બટર મોંઘા થવા પાછળ એક નહીં, પણ અનેક કારણો જવાબદાર છે:
નકલી ઘી વિરુદ્ધ કાર્યવાહી: છેલ્લા 6 મહિનામાં ગુજરાત અને રાજસ્થાનમાંથી આશરે 2 લાખ કિલો નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ ગ્રાહકોનો ભરોસો બ્રાન્ડેડ ઘી પર વધ્યો છે અને અમૂલ જેવી કંપનીઓ પર માંગ અચાનક વધી ગઈ છે.
તહેવારોની માંગ: આખા વર્ષમાં વપરાતા કુલ ઘીનો લગભગ 45% હિસ્સો માત્ર તહેવારોની સિઝનમાં જ વપરાય છે. દિવાળી, છઠ અને અન્ય તહેવારોમાં મીઠાઈ અને વાનગીઓ બનાવવા માટે ઘીની માંગ અચાનક વધી જાય છે.
સપ્લાય ચેઈન પર દબાણ: માંગ વધવાથી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે અને બજારમાં પૂરતો જથ્થો પહોંચી રહ્યો નથી.
ગાયના ઘીની અછત: દુકાનદારો પણ પરેશાન
અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોમાં સ્થિતિ વધુ ગંભીર છે. દુકાનદારો અને અમૂલ પાર્લર સંચાલકોને માગ પ્રમાણે પૂરતો જથ્થો મળી રહ્યો નથી. ગણેશ ઉત્સવ પછીથી જ ગાયના ઘીની અછત વધી ગઈ છે. અમદાવાદના કેટલાક મોટા સ્ટોર્સમાં તો ઘી અને બટરના શેલ્ફ ખાલીખમ જોવા મળ્યા હતા.
GST રાહતનો લાભ પણ ઓસરી ગયો
સપ્ટેમ્બર 2025 માં સરકારે ઘી પર GST દર 12% થી ઘટાડીને 5% કર્યો હતો, જેનાથી ગ્રાહકોને થોડી રાહત મળી હતી. પરંતુ હવે આ ભાવવધારા બાદ તે રાહત લગભગ ખતમ થઈ ગઈ છે. તહેવારોમાં મીઠાઈ બનાવવાનો ખર્ચ ગયા વર્ષ કરતાં નોંધપાત્ર રીતે વધી જશે.