એપલના એપ સ્ટોરે ભારતીય ડેવલપર્સને બનાવ્યા કરોડપતિ, 2024માં 44 હજાર કરોડનું વેચાણ, જાણો અમદાવાદ કનેક્શન
જોકે, યુટ્યુબની જેમ એપ સ્ટોરથી કમાણી કરવી સરળ નથી. યુટ્યુબ પર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે વધુ તકો હોય છે, જ્યાં વધુ પોપ્યુલર વીડિયો ધરાવનાર ક્રિએટર વધુ કમાણી કરે છે. એપ સ્ટોરમાં કન્ટેન્ટની નહીં, પરંતુ ડેવલપર્સ માટે તકો છે. જે ડેવલપરની એપ વધુ ઇન્સ્ટોલ થાય, જેમાં વધુ ખરીદી થાય અથવા કસ્ટમર્સને વધુ જાહેરાતો દેખાય, તે ડેવલપર વધુ કમાણી કરે છે.
સ્ટડીમાં જણાવાયું છે કે, ભારતીય ડેવલપર્સની ગેમિંગ એપ્સ, લાઇફસ્ટાઇલ એપ્સ, હેલ્થ એપ્સ અને ઝડપી ઈ-કોમર્સ એપ્સ કસ્ટમર્સની પસંદગી બની રહી છે.
યુટ્યુબ ઉપરાંત અન્ય પ્લેટફોર્મ્સ પણ આજે કમાણીના મોટા સ્ત્રોત બની રહ્યા છે. IIM અમદાવાદના એક સ્ટડી અનુસાર, એપલના એપ સ્ટોર ઇકોસિસ્ટમે 2024માં ભારતમાં 44,447 કરોડ રૂપિયાથી વધુની ડેવલપર બિલિંગ અને વેચાણ પેદા કર્યું છે. આ કમાણીનો મોટો હિસ્સો ભારતીય ડેવલપર્સના ખાતામાં ગયો છે. એપલના સીઈઓ ટિમ કૂકે એપ સ્ટોરને આર્થિક એન્જિન તરીકે ગણાવીને તેની પ્રશંસા કરી છે, જે ડેવલપર્સને તેમના એપ્સ દ્વારા કમાણીની તકો પૂરી પાડે છે.
સ્ટડીની મુખ્ય બાબતો
IIM અમદાવાદના પ્રોફેસર દ્વારા હાથ ધરાયેલા આ સ્ટડીમાં જણાવાયું છે કે, એપલના એપ સ્ટોરે 2024માં 5.31 અબજ ડોલર (અંદાજે 44,447 કરોડ રૂપિયા)નું વેચાણ અને બિલિંગ પેદા કર્યું. આ કમાણીના 94 ટકા હિસ્સો સીધો ડેવલપર્સને મળ્યો છે. આ સ્ટડી એપલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. સ્ટડીમાં એ પણ નોંધાયું છે કે, ભારતીય ડેવલપર્સની વૈશ્વિક આવક છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ ગણી વધી છે, જે દર્શાવે છે કે તેઓ હવે વધુ કમાણી કરી રહ્યા છે.
2024ના આંકડા અનુસાર, ડેવલપર્સે નીચે મુજબ કમાણી કરી:-
-ફિઝિકલ સર્વિસિસ અને ગુડ્સ: 38,906 કરોડ રૂપિયા
-ઇન-એપ જાહેરાતો: 3,014 કરોડ રૂપિયા
-ડિજિટલ ગુડ્સ અને સર્વિસિસ: 2,527 કરોડ રૂપિયા
આનો અર્થ એ થયો કે ડેવલપર્સે એપ સ્ટોર પર માલનું વેચાણ, જાહેરાતો દ્વારા અને ડિજિટલ સેવાઓ દ્વારા આવક મેળવી છે.
ગ્લોબલ માર્કેટમાં ભારતીય ડેવલપર્સની પહોંચ
સ્ટડીમાં એક રસપ્રદ તથ્ય બહાર આવ્યું છે કે, ભારતીય ડેવલપર્સની કમાણીનો 80 ટકા હિસ્સો વિદેશથી આવે છે. આ દર્શાવે છે કે ભારતીય ડેવલપર્સ દ્વારા બનાવેલા એપ્સ હવે વૈશ્વિક બજારમાં પોપ્યુલર થઈ રહ્યા છે. તેમની એપ્સને વિશ્વભરના કસ્ટમર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
યુટ્યુબથી અલગ છે કમાણીનો રસ્તો
સ્ટડીમાં જણાવાયું છે કે, ભારતીય ડેવલપર્સની ગેમિંગ એપ્સ, લાઇફસ્ટાઇલ એપ્સ, હેલ્થ એપ્સ અને ઝડપી ઈ-કોમર્સ એપ્સ કસ્ટમર્સની પસંદગી બની રહી છે. મોટા ડેવલપર્સની સાથે નાના ડેવલપર્સની આવક પણ એપ સ્ટોરમાં વધી છે. 2021ની તુલનામાં 2024માં નાના ડેવલપર્સની કમાણીમાં 74 ટકાનો વધારો થયો છે.
જોકે, યુટ્યુબની જેમ એપ સ્ટોરથી કમાણી કરવી સરળ નથી. યુટ્યુબ પર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે વધુ તકો હોય છે, જ્યાં વધુ પોપ્યુલર વીડિયો ધરાવનાર ક્રિએટર વધુ કમાણી કરે છે. એપ સ્ટોરમાં કન્ટેન્ટની નહીં, પરંતુ ડેવલપર્સ માટે તકો છે. જે ડેવલપરની એપ વધુ ઇન્સ્ટોલ થાય, જેમાં વધુ ખરીદી થાય અથવા કસ્ટમર્સને વધુ જાહેરાતો દેખાય, તે ડેવલપર વધુ કમાણી કરે છે.
એપલની ભારત પ્રત્યે પ્રતિબદ્ધતા
ટિમ કૂકે જણાવ્યું કે, એપ સ્ટોર એક એવું પ્લેટફોર્મ છે જે ડેવલપર્સને તેમની એપ્સ દ્વારા આવક મેળવવાની તક આપે છે. આ સ્ટડી એપલની ભારતના વિકસતા એપ બજારમાં નવીનતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એપલ ભારતીય ડેવલપર્સને વૈશ્વિક સ્તરે પહોંચવામાં મદદ કરી રહ્યું છે, જેનાથી ભારતનું એપ ઇકોસિસ્ટમ વધુ મજબૂત બની રહ્યું છે.