પાકિસ્તાન ITR ફાઇલ ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. પાકિસ્તાન સરકારે સંસદમાં એક બિલ રજૂ કર્યું છે. જે લોકો ટેક્સ રિટર્ન ફાઇલ કરતા નથી તેમના પર બેન્ક એકાઉન્ટ ખોલવા અને 800ccથી વધુની કાર ખરીદવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. પાકિસ્તાનના નાણાં પ્રધાન મુહમ્મદ ઔરંગઝેબે બુધવારે સંસદમાં ટેક્સ કાયદા (સુધારા) બિલ, 2024 રજૂ કર્યું. આ સરકાર દ્વારા કરચોરી કરનારાઓ સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી પૈકીની એક હોવાનું કહેવાય છે.
બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવશે
આ સુધારામાં એવો પ્રસ્તાવ છે કે જેઓ ITR ફાઇલ નહીં કરે તેઓને ચોક્કસ લિમિટથી વધુના શેર ખરીદવા અને બેન્ક ખાતા ખોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેઓ બેન્ક દ્વારા એક નિશ્ચિત લિમિટથી વધુ ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. બિલમાં કહેવામાં આવ્યું છે કે ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR)માં નોંધણી ન કરાવેલ બિઝનેસ વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવશે અને તેમના પર પ્રોપર્ટી ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. FBR બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી શકે છે અને સેલ્સ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ટોચની કલેક્શન બોડી સાથે નોંધણી ન કરવા બદલ પ્રોપર્ટી ટ્રાન્સફર અટકાવી શકે છે. જો કે, રજીસ્ટ્રેશનના બે દિવસ પછી તેમના ખાતા અનફ્રીઝ કરવામાં આવશે.
IMF પાસેથી લોન મેળવવા માટે સંઘર્ષ