Bank Holidays July 2023: મહત્વના કામો તુરંત પતાવી લો, જુલાઈ મહિનામાં 15 દિવસ બેન્કો રહેશે બંધ, જુઓ સંપૂર્ણ યાદી
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ જુલાઈ મહિના માટે બેન્ક રજાઓની યાદી બહાર પાડી છે. આગામી મહિને દેશની બેન્કોમાં 15 દિવસની રજા રહેશે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તેને તરત જ પતાવી દો.
જો બેન્કની રજાના દિવસે કોઈ તાકીદનું કામ હોય તો તમે ATM, ઈન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને અન્ય સર્વિસઓનો ઉપયોગ કરી શકો છો.
Bank Holidays July 2023: જુલાઈ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી મહિનો બેન્ક રજાઓથી ભરેલો છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે બેન્ક સંબંધિત કોઈ કામ હોય, તો તેને તરત જ પતાવી દો. એવું ન થાય કે તમે બેન્કમાં જાઓ અને બ્રાન્ચને તાળું મારેલું જોવા મળે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ જુલાઈ મહિનાની બેન્ક રજાઓની યાદી જાહેર કરી છે. પરંપરાગત સાપ્તાહિક રજાઓ સિવાય કેર પૂજા, મોહરમ અને આશુરા જેવા તહેવારોને કારણે જુલાઈ મહિનામાં બેન્કો બંધ રહેશે.
આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર જુલાઈ મહિનામાં બેન્કોમાં 15 દિવસ રજા રહેશે. જેમાં ચોથા શનિવાર અને રવિવારની રજાનો પણ સમાવેશ થાય છે. પરંતુ આનો અર્થ એ નથી કે તમામ શાખાઓમાં 15 દિવસની રજા હશે. કેટલીક બેન્કોમાં રાજ્યો અનુસાર રજાઓ પણ હોય છે.
31 જુલાઈ 2023 - શહીદ દિવસ, આ દિવસે હરિયાણા અને પંજાબમાં બેન્કો બંધ રહેશે.
ઓનલાઈન સર્વિસ ચાલુ રહેશે
જો બેન્કની રજાના દિવસે કોઈ તાકીદનું કામ હોય તો તમે ATM, ઈન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ અને અન્ય સર્વિસઓનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર પણ કરી શકો છો. આ સાથે તમે ક્રેડિટ, ડેબિટ કાર્ડનો પણ સરળતાથી ઉપયોગ કરી શકો છો.