BOB Home Loan interest rate: બેન્ક ઓફ બરોડાની હોમ લોન થઈ સસ્તી ! માત્ર 8 ટકા છે વ્યાજ દર
જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક, બેન્ક ઓફ બરોડા (BoB) એ નવા અરજદારો માટે હોમ લોનના વ્યાજ દરમાં 40 બેસિસ પોઇન્ટ (bps)નો ઘટાડો કર્યો છે.
નવા વ્યાજ દર એવા ગ્રાહકો પર લાગુ થશે જેઓ હોમ લોન અથવા હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન માટે 15 લાખ રૂપિયા કે તેથી વધુની લોન લઈ રહ્યા છે.
BOB Home Loan interest rate: જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેન્કોમાંની એક, બેન્કક ઓફ બરોડા (BoB) એ નવા અરજદારો માટે હોમ લોનના વ્યાજ દરમાં 40 બેસિસ પોઇન્ટ (bps)નો ઘટાડો કર્યો છે. હવે બેન્કના હોમ લોનના વ્યાજ દર 8.00% વાર્ષિકથી શરૂ થશે, જે પહેલા 8.40% વાર્ષિક હતા.
એપ્રિલની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેન્કકે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી આ ઘટાડો કરવામાં આવ્યો છે. તેની અસર હવે બેન્કોના લોન અને ડિપોઝિટ દરો પર દેખાય છે. બેન્ક ઓફ બરોડાએ તેના હાલના લોન ગ્રાહકોને આ રેપો રેટ ઘટાડાનો લાભ પહેલાથી જ આપી દીધો છે.
ઓછા વ્યાજ દરનો લાભ કોને મળશે?
નવા વ્યાજ દર એવા ગ્રાહકો પર લાગુ થશે જેઓ હોમ લોન અથવા હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન માટે 15 લાખ રૂપિયા કે તેથી વધુની લોન લઈ રહ્યા છે. વ્યાજ દર ગ્રાહકના ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલો છે. મતલબ કે સારા સ્કોર ધરાવતા લોકોને વધુ સારા દર મળશે. આ સાથે બેન્ક કેટલીક ખાસ છૂટ પણ આપી રહી છે.
મહિલા અરજદારો માટે વાર્ષિક 0.05% ડિસ્કાઉન્ટ
40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 0.10% વાર્ષિક ડિસ્કાઉન્ટ
અન્ય બેન્કો, બાંધેલા મકાનો અને સરકાર માન્ય હાઉસિંગ પ્રોજેક્ટ્સમાંથી ટ્રાન્સફર માટે પણ 0.10% ની છૂટ આપવામાં આવશે.
હોમ લોનના વ્યાજ દરો
બેન્કક ઓફ બરોડાના વિવિધ હોમ લોન ઉત્પાદનો પર વ્યાજ દર 8.00% થી 10.10% વાર્ષિક સુધીના હોય છે, જે અરજદાર પ્રોફાઇલ એટલે કે પગારદાર કે પગારદાર નહીં, લોનની રકમ અને CIBIL સ્કોર પર આધાર રાખે છે. પગારદારને 8 ટકાથી 9.50 ટકાના દરે લોનનું વ્યાજ મળશે અને નોન-સેલેરીને 8થી 9.60 ટકાના દરે વ્યાજ મળશે.
બરોડા મેક્સ સેવિંગ્સ (રૂ. 75 લાખ સુધી): 8.00% થી 9.60%
CRE હોમ લોન: 8.25% થી 10.10%
બદલાયા છે MCLR દરો
બેન્ક ઓફ બરોડાના નવા MCLR દરો - આ દરો 12 એપ્રિલથી લાગુ થશે.
1 વર્ષ MCLR - 9.00%
6 મહિના MCLR - 8.80%
3 મહિના MCLR - 8.55%
આ ઘટાડાથી તે ગ્રાહકોને રાહત મળી છે જેઓ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે. બેન્કની ડિજિટલ હોમ લોન સુવિધા દ્વારા લોન મંજૂરી ઝડપથી અને ઓછા દસ્તાવેજો સાથે પણ મેળવી શકાય છે.