પેન્શનર્સ માટે મોટી રાહત: વધુ પેન્શન મળે તો પણ પાછા નહીં આપવા પડે, બસ આ એક શરતે!
Pension Relief: કેન્દ્ર સરકારના પેન્શનર્સને મોટી રાહત! વધુ પેન્શન મળે તો પાછું આપવું નહીં પડે, ફક્ત ક્લેરિકલ એરરના કેસમાં જ શરતો લાગુ. DoPPWના નવા નિયમો વિશે સંપૂર્ણ માહિતી.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક ખુશખબર છે.
Pension Relief: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક ખુશખબર છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW)એ 30 ઓક્ટોબરના ઓફિસ મેમોરેન્ડમ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે એક વખત પેન્શન અથવા ફેમિલી પેન્શન નક્કી થઈ જાય પછી તેને ઘટાડી શકાય નહીં. આ નિયમ CCS (પેન્શન) રૂલ્સ 2021ના સબ-રૂલ 1 હેઠળ આવે છે.
આ પહેલા અનેક પેન્શનર્સને નિવૃત્તિના ઘણા વર્ષો પછી પણ વધુ પેન્શન આપવામાં આવી હોવાનું કહીને તેને પરત માંગવામાં આવતું હતું. આનાથી તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે નવા નિર્દેશો પ્રમાણે, ફક્ત ક્લેરિકલ એરર (લેખન કે ગણતરીની ભૂલ) જોવા મળે તો જ પેન્શન ઘટાડી શકાય છે.
વધુ પેન્શન મળે તો શું થશે?
જો પેન્શનની ગણતરીમાં ભૂલ થઈ હોય અને પેન્શનરની કોઈ ભૂલ ના હોય, તો સંબંધિત મંત્રાલયે નક્કી કરવાનું રહેશે કે વધારાની રકમ માફ કરવી કે રિકવર કરવી. પેન્શનરને આ વિશે કોઈ ખોટી માહિતી આપવામાં આવી હોય તો પણ આ જ નિયમ લાગુ પડશે.
2 વર્ષ પછી પણ શું થશે?
જો ક્લેરિકલ એરર 2 વર્ષ પછી શોધાય, તો પેન્શન ઘટાડવા માટે DoPPWની ઉચ્ચ સ્તરીય મંજૂરી જરૂરી છે. એટલે કે, વિભાગ પોતાની મેળે પેન્શન ઘટાડી શકશે નહીં.
રિકવરી કેવી રીતે થશે?
જો વધારાની રકમ પરત લેવાનો નિર્ણય લેવામાં આવે, તો:
- વિભાગે ખર્ચ વિભાગ (Department of Expenditure)ની સલાહ લેવી પડશે.
- પેન્શનરને 2 મહિનાનું નોટિસ આપવામાં આવશે.
- જો રકમ પરત ના આવે, તો આગામી પેન્શનમાંથી હપ્તામાં કાપીને રિકવર કરવામાં આવશે.
આ નવા નિયમોથી પેન્શનર્સને નિવૃત્તિ પછીની આર્થિક સ્થિરતા મળશે અને વર્ષો જૂના કેસોમાં અચાનક પેન્શન ઘટાડવાની પ્રથા બંધ થશે. DoPPWના આ પગલાથી લાખો પેન્શનર્સને રાહત મળી છે.