બેન્ક ઓફ બરોડામાં 2500થી વધુ પદો પર બંપર ભરતી, જાણો કોણ ભરી શકે છે ફોર્મ !
બેન્ક ઓફ બરોડાએ લોકલ બેંકિંગ ઓફિસરની 2500 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો તેમની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને પોતાનું ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ છે.
ઈચ્છુક ઉમેદવારો બેન્ક ઓફ બરોડાની આધિકારિક વેબસાઈટ bankofbaroda.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
Bank of Baroda: બેન્ક ઓફ બરોડાએ લોકલ બેન્કિંગ ઓફિસર (LBO)ના 2500 પદો માટે ભરતીની જાહેરાત કરી છે. બેન્કમાં નોકરીનું સપનું જોતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. ઈચ્છુક ઉમેદવારો આધિકારિક વેબસાઈટ bankofbaroda.in પર જઈને ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ 2025 છે.
શૈક્ષણિક લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જરૂરી છે. CA, એન્જિનિયરિંગ, અથવા મેડિકલ જેવી પ્રોફેશનલ ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. ઉમેદવારની ઉંમર 1 જુલાઈ 2025ના રોજ 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આરક્ષિત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ ઉંમરમાં છૂટ આપવામાં આવશે.
અનુભવની આવશ્યકતા
ઉમેદવારે RBI રજિસ્ટર્ડ કોઈપણ કોમર્શિયલ બેન્ક અથવા રિજનલ રૂરલ બેન્કમાં ઓછામાં ઓછો એક વર્ષનો ઓફિસર લેવલનો અનુભવ હોવો જરૂરી છે.
અરજી ફી
જનરલ, EWS, OBC: 850 રૂપિયા
SC, ST, દિવ્યાંગ, ભૂતપૂર્વ સૈનિક, મહિલા: 175 રૂપિયા, ફીની ચુકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ, UPI અથવા અન્ય ઉપલબ્ધ માધ્યમો દ્વારા કરી શકાય છે.
ઈચ્છુક ઉમેદવારો બેન્ક ઓફ બરોડાની આધિકારિક વેબસાઈટ bankofbaroda.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. વધુ માહિતી અને અપડેટ્સ માટે વેબસાઈટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.