Business Loan: શું તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો? જાણો સરકાર આ માટે કઈ લોન સુવિધાઓ કરે છે ઓફર
Business Loan: નવો બિઝનેસ શરૂ કરવા માટે ફંડની જરૂર છે? જાણો ભારત સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના, MSME, NSIC, CLCSS અને સિડબી જેવી લોન યોજનાઓ વિશે, જે ઓછા વ્યાજે અને સરળ શરતો સાથે ફાઇનાન્સિયલ સપોર્ટ આપે છે.
આ યોજના દુકાનદારો, ફળ-શાકભાજી વેચનાર, ફૂડ સર્વિસ, રિપેર શોપ, કારીગરો અને ખેતી સાથે જોડાયેલા બિઝનેસ જેવા કે ડેરી, મરઘાં પાલન અને મધુમાખી પાલન માટે લાભદાયી છે.
Business Loan: જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા હાલના બિઝનેસને આગળ વધારવા માટે ફંડની જરૂર છે, તો ભારત સરકારની વિવિધ લોન યોજનાઓ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ યોજનાઓ ઓછા વ્યાજ દર, સરળ શરતો અને કેટલીકવાર બિનજામીનગીરી લોનની સુવિધા આપે છે. ચાલો, આવી કેટલીક મુખ્ય યોજનાઓ વિશે જાણીએ.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના
આ યોજના નાના અને લઘુ ઉદ્યોગોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 50,000 થી 20 લાખ રૂપિયા સુધીની લોન મળે છે, જે ચાર કેટેગરીમાં વહેંચાયેલી છે:
આ યોજના દુકાનદારો, ફળ-શાકભાજી વેચનાર, ફૂડ સર્વિસ, રિપેર શોપ, કારીગરો અને ખેતી સાથે જોડાયેલા બિઝનેસ જેવા કે ડેરી, મરઘાં પાલન અને મધુમાખી પાલન માટે લાભદાયી છે.
MSME લોન
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે આ યોજના 10 લાખથી 5 કરોડ રૂપિયા સુધીની લોન આપે છે. આ લોન બિઝનેસની વિવિધ જરૂરિયાતો જેવી કે મશીનરી ખરીદી, વર્કિંગ કેપિટલ અથવા વિસ્તરણ માટે ઉપયોગી છે. સરળ અરજી પ્રક્રિયા અને ઝડપી નિર્ણય આ યોજનાને ખાસ બનાવે છે.
NSIC સ્કીમ
નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (NSIC) નાના ઉદ્યોગોને ફાઇનાન્શિયલ, ટેક્નિકલ અને માર્કેટિંગ સપોર્ટ આપે છે.
માર્કેટિંગ સપોર્ટ: બ્રાન્ડ પ્રમોશન, ટેન્ડર માર્કેટિંગ અને બજાર વિસ્તરણ માટે મદદ.
ક્રેડિટ સપોર્ટ: કાચો માલ ખરીદવા, વર્કિંગ કેપિટલ અને માર્કેટિંગ માટે લોન.
CLCSS (ક્રેડિટ લિન્ક્ડ કેપિટલ સબસિડી સ્કીમ)
આ યોજના બિઝનેસમાં ટેક્નોલોજી અપગ્રેડેશન માટે છે. તેમાં 15% સબસિડી મળે છે, જે ટેક્નિકલ અપગ્રેડની કોસ્ટ ઘટાડે છે. આ યોજના સોલ પ્રોપ્રાઇટર, પાર્ટનરશિપ ફર્મ, પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓને લાગુ પડે છે.
સિડબી લોન
સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (સિડબી) MSMEને 10 લાખથી 25 કરોડ રૂપિયા સુધીની લોન આપે છે. 1 કરોડ સુધીની લોન બિનજામીનગીરી પણ મળે છે, અને લોનની અવધિ 10 વર્ષ સુધીની હોય છે. આ યોજનાઓ દ્વારા તમે તમારા બિઝનેસના સપનાને હકીકતમાં બદલી શકો છો.