જો બાળકના જન્મ સાથે જ તેના નામે આ ખાતું ખોલાવવામાં આવે, તો 18 વર્ષની ઉંમરે તેની પાસે કોલેજ કે બિઝનેસ માટે એક જંગી રકમ હાથમાં હશે.
PPF Account : દરેક માતા-પિતા પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય, ઉચ્ચ શિક્ષણ અને સારા કરિયર માટે સપના જોતા હોય છે. આ સપના પૂરા કરવા માટે નાણાકીય આયોજન અત્યારથી જ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે કોઈ સુરક્ષિત અને ભરોસાપાત્ર રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છો, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ તમારા માટે બેસ્ટ છે.
સરકારી ગેરંટી, નિશ્ચિત વ્યાજ અને 100% ટેક્સ-ફ્રી રિટર્ન આપતી આ સ્કીમમાં જોખમ વિના લાંબા ગાળે કરોડો રૂપિયાનું ફંડ તૈયાર કરી શકાય છે. જો બાળકના જન્મ સાથે જ તેના નામે આ ખાતું ખોલાવવામાં આવે, તો 18 વર્ષની ઉંમરે તેની પાસે કોલેજ કે બિઝનેસ માટે એક જંગી રકમ હાથમાં હશે.
બાળકોના નામે PPF ખાતું ખોલાવવાના મુખ્ય નિયમો
ઉંમરની કોઈ મર્યાદા નથી: નવજાત શિશુથી લઈને કોઈપણ ઉંમરના બાળકના નામે માતા-પિતા કે કાનૂની વાલી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં PPF ખાતું ખોલાવી શકે છે.
18 વર્ષે એકાઉન્ટ ટ્રાન્સફર: જ્યારે બાળક 18 વર્ષનું થઈ જશે, ત્યારે આ ખાતું 'મેજર એકાઉન્ટ' તરીકે સંપૂર્ણપણે તેના નામે ટ્રાન્સફર થઈ જશે.
15 વર્ષનો લોક-ઈન પિરિયડ: સામાન્ય રીતે PPF એકાઉન્ટ 15 વર્ષે મેચ્યોર થાય છે. જોકે, મેચ્યોરિટી પછી તેને 5-5 વર્ષના બ્લોકમાં આગળ વધારી શકાય છે.
સમજો કમાણીનું ગણિત (હાલનો વ્યાજ દર: 7.1%)
ગણતરી 1: દર વર્ષે 1.5 લાખનું મહત્તમ રોકાણ
જો તમે દર મહિને 12,500 (વર્ષના 1.5 લાખ) બાળકના પીપીએફ ખાતામાં જમા કરો છો.
60 વર્ષની ઉંમરે કમાલ: જો બાળક પુખ્ત થયા પછી આ જ ખાતાને 42 વર્ષ વધુ (એટલે કે કુલ 50 વર્ષ સુધી) 1.5 લાખના રોકાણ સાથે ચાલુ રાખે છે, તો 60 વર્ષની ઉંમરે તેની પાસે 6.75 કરોડથી વધુનું રિટાયરમેન્ટ ફંડ હશે. ખાસ વાત એ છે કે આમાં 6 કરોડ તો માત્ર વ્યાજની કમાણી હશે.
ગણતરી 2: દર વર્ષે 1 લાખનું રોકાણ
જો તમે દર મહિને અંદાજે 8,340 (વર્ષના 1 લાખ) જમા કરો છો:
18 વર્ષમાં કુલ રોકાણ: 18 લાખ
18 વર્ષમાં મળેલું વ્યાજ: 18.76 લાખ
18 વર્ષે કુલ મેચ્યોરિટી ફંડ: 36.76 લાખથી વધુ.
60 વર્ષની ઉંમરે ફંડ: સળંગ 50 વર્ષ સુધી આ રોકાણ જાળવી રાખવા પર કુલ 50 લાખ જમા થશે, જેની સામે અંદાજે 4 કરોડનું વ્યાજ મળશે અને કુલ ફંડ 4.50 કરોડ બની જશે.
ગણતરી 3: દર વર્ષે 50,000 નું રોકાણ
જો તમે સામાન્ય બચતથી શરૂઆત કરીને દર મહિને 4,200 (વર્ષના 50,000) ખાતામાં નાખો છો:
18 વર્ષમાં કુલ રોકાણ: 9 લાખ
18 વર્ષમાં મળેલું વ્યાજ: 9.38 લાખ
18 વર્ષે કુલ મેચ્યોરિટી ફંડ: 18.38 લાખથી વધુ.
60 વર્ષની ઉંમરે ફંડ: આજ રીતે રોકાણ ચાલુ રાખવાથી 60 ની ઉંમરે પણ 2.25 કરોડનું મસમોટું બેકઅપ તૈયાર થઈ જશે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.