Flight ticket cancellation: ટિકિટ કેન્સલ કરો ફ્રી! 48 કલાકમાં ફૂલ રિફંડ, 21 દિવસમાં પૈસા પાછા– DGCA લાવી રહી છે નવા નિયમો | Moneycontrol Gujarati
Get App

Flight ticket cancellation: ટિકિટ કેન્સલ કરો ફ્રી! 48 કલાકમાં ફૂલ રિફંડ, 21 દિવસમાં પૈસા પાછા– DGCA લાવી રહી છે નવા નિયમો

flight ticket cancellation: DGCAના નવા પ્રસ્તાવ મુજબ ફ્લાઇટ ટિકિટ 48 કલાકમાં ફ્રી કેન્સલ કરો, 21 દિવસમાં ફૂલ રિફંડ મેળવો. જાણો સંપૂર્ણ માહિતી અને ફેરફારો.

અપડેટેડ 05:37:08 PM Nov 06, 2025 પર
Story continues below Advertisement
જો તમે ટ્રાવેલ એજન્ટ કે ઑનલાઇન પોર્ટલ દ્વારા ટિકિટ ખરીદી હોય, તો પણ રિફંડની જવાબદારી એરલાઇનની રહેશે. એરલાઇન્સે 21 કાર્યકારી દિવસોમાં સંપૂર્ણ રિફંડ આપવું પડશે.

Flight ticket cancellation: હવાઈ મુસાફરી કરનારાઓ માટે ખુશખબર! નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી છે. જો તમે ટિકિટ બુક કર્યા પછી 48 કલાકની અંદર તેને રદ કરવા માંગો છો, તો હવે કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે. આ સુવિધા ટિકિટમાં તારીખ બદલવા માટે પણ લાગુ પડશે. DGCAના પ્રસ્તાવ મુજબ, મુસાફરોને આ ‘લુક-ઇન’ સમયગાળામાં પૂરી છૂટ મળશે.

રિફંડ ક્યાં જશે?

ટિકિટ રદ થયા પછી રિફંડની રકમ એરલાઇનના ક્રેડિટ શેલ કે વૉલેટમાં ડિફૉલ્ટ રૂપે નહીં જમા થાય. મુસાફર પોતે પસંદ કરી શકશે કે પૈસા ક્યાં જમા કરવા.

21 દિવસમાં ફૂલ રિફંડ

જો તમે ટ્રાવેલ એજન્ટ કે ઑનલાઇન પોર્ટલ દ્વારા ટિકિટ ખરીદી હોય, તો પણ રિફંડની જવાબદારી એરલાઇનની રહેશે. એરલાઇન્સે 21 કાર્યકારી દિવસોમાં સંપૂર્ણ રિફંડ આપવું પડશે.


હાલ આ નિયમો ડ્રાફ્ટમાં 

આ બધા ફેરફારો હજુ ડ્રાફ્ટ તબક્કામાં છે. DGCAએ 30 નવેમ્બર સુધી સૂચનો માંગ્યા છે. મુસાફરો અને ગ્રાહક જૂથો લાંબા સમયથી છેલ્લી ઘડીના ચાર્જની ફરિયાદ કરતા હતા. આ પ્રસ્તાવ તેનો ઉકેલ લાવી શકે છે. આ નિયમો અમલમાં આવે તો ભારતીય હવાઈ મુસાફરોને મોટી રાહત મળશે.

આ પણ વાંચો-દેશને મળશે 4 નવી વંદે ભારત ટ્રેન, 8 નવેમ્બરના રોજ પીએમ મોદી બતાવશે લીલી ઝંડી..જાણો તેના રૂટ વિશે

MoneyControl News

MoneyControl News

First Published: Nov 06, 2025 5:37 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.