7th Pay Commission Update:કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર આગામી વર્ષે એટલે કે જાન્યુઆરી 2023માં વધી શકે છે. મોદી સરકાર આવતા વર્ષની શરૂઆતમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરી શકે છે. સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વખત સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરે છે. આ વર્ષે 2022માં સરકારે પહેલા જાન્યુઆરીમાં અને પછી દિવાળી પહેલા ડીએમાં વધારો કર્યો હતો. અત્યારે સરકારી કર્મચારીઓને જુલાઈ 2022થી 38 ટકા ડીએ મળી રહ્યો છે.
ઈન્ડેક્સના આધારે નક્કી કરાય છે DA
ડીએમાં વધારો ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI) ડેટાના આધારે નક્કી કરવામાં આવ્યો છે. સરકાર કર્મચારીઓને DA અને પેન્શનરોને મોંઘવારી રાહત (Dearness Relief- DR) આપે છે. હવે ડીએમાં આગામી રિવિઝન જાન્યુઆરી 2023માં થવાનું છે.
આટલો વધી શકે છે ડીએ અને ડીઆર
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મોદી સરકાર DA 38% થી વધારીને 42% કરી શકે છે. એટલે કે સરકાર DAમાં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે. છેલ્લા મહિનામાં છૂટક અને જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો થયો છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ફુગાવાનો દર ઊંચો છે. આવી સ્થિતિમાં તેની અસર સ્થાનિક બજારમાં જોવા મળી શકે છે.
વર્ષ 2022માં મોંઘવારી દરમાં 7 ટકાનો થયો છે વધારો
આ વર્ષ 2022માં મોદી સરકારે મોંઘવારી દરમાં 7 ટકાનો વધારો કર્યો છે. મોદી સરકારે મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધારીને 34 ટકા કર્યું છે. ત્યારબાદ 3 ટકા ડીએ વધારવામાં આવ્યો હતો. દિવાળી પહેલા જુલાઈનો DA 4 ટકા વધીને 38 ટકા થયો હતો. આ વધારો જુલાઈથી લાગુ થવાનો હતો. સરકારના આ નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખ પેન્શનરોને ફાયદો થયો છે.
જો DA 50% હશે તો શું થશે?
કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર 6 મહિના પછી સુધારો કરવામાં આવે છે. 7મા પગાર પંચમાં એક શરત ઉમેરવામાં આવી હતી કે જ્યારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા સુધી પહોંચશે ત્યારે તેને મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. તેના પર ભથ્થું મળશે.