જો તમે દૈનિક મજૂરી, કૃષિ કામદાર, કંસ્ટ્રક્શન વર્કર, શાકભાજી વાળા, ઘરેલૂ નોકર અથવા કોઇ પણ અન્ય મજૂર અથવા કામદાર છો. તમારો કોઇ પણ ESIC અથવા EPFOમાં અકાઉન્ટ નથી પરંતુ તમે ઈ-શ્રમ પોર્ટલ (E-Shram Portal) પર રજિસ્ટર કર્યું છે તો તમારે તમારું એકાઉન્ટ ચેક કરી લો કારણ કે યુપીના યોગી આદિત્યનાથ સરકારે તમારા ખાતામાં 1,000 રૂપિયા મોકલ્યા છે.
યુપીના યોગી આદિત્યનાથ સરકારે સોમવારે બે કરોડ કામદારોને ભરણ પોષણ ભથ્થું મોકલ્યું છે. આ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ 1000 રૂપિયા કામદારોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. યોગી સરકારે મહામારીના ત્રીજા લહેરના ડરને કારણે કામદારોને 1000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
યોજના અનુસાર, ડિસેમ્બરથી માર્ચ સુધી એટલે કે 4 મહિના માટે ભથ્થું આપવામાં આવશે. કુલ 2000 રૂપિયા આપવાના છે, જેમાંથી હવે 1000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. આ સમયે રાજ્યમાં રજિસ્ટર કામદારોની સંખ્યા 5.90 કરોડ લોકોથી વધુ છે. ઈ-શ્રમ પોર્ટલ પર પંજીકૃત અસંગઠિત કામદારોની સંખ્યા 3.81 કરોડ છે.
જો તમારી પાસે પણ e-Shram કાર્ડ છે અને તમે યુપીમાં રહેતા હોય તો તમને પણ 500 રૂપિયા મળી શકે છે. જો તમે હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું છે તો તરત જ કરો જેથી તમે આગળ 500 રૂપિયા મેળવવા માટે હકદાર બની જશો.
કરી શકો છો ઑનલાઈન રજીસ્ટ્રેશન
કામદારો ઑનલાઈન રજિસ્ટ્રેશન માટે E-shramના મોબાઈલ એપ્લિકેશન અથવા વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે. આ ઉપરાંત પોર્ટલ પર પોતાને રજીસ્ટર કરવા માટે કૉમન સર્વિસ સેન્ટર (Common Services Center-CSC), સ્ટેટ સેવા કેન્દ્ર (State Seva Kendra), શ્રમ સુવિધા સેન્ટર (Labour Facilitation Centres) પસંદ પોસ્ટ ઑફિસોના ડિઝિટલ સેવા કેન્દ્ર (Digital Seva Kendras)માં પણ જઈ શકો છો.