CBTની મંજૂરી બાદ EPFOના મેમ્બર્સ ઓટો સેટલમેન્ટ દ્વારા 5 લાખ રૂપિયા સુધીનું PF ઉપાડી શકશે. ઓટો મોડ ક્લેઈમ સેટલમેન્ટની શરૂઆત એપ્રિલ 2020માં બીમારી માટે એડવાન્સ માટે કરવામાં આવી હતી.
ભારતના કર્મચારીઓ માટે એક નવતર પગલા રૂપે EPFO યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા PF ઉપાડ માટે નવી સિસ્ટમ રજૂ કરવા જઈ રહ્યું છે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના 7.5 કરોડ મેમ્બર્સની 'જીવન સરળતા' વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. EPFOએ ઓટો સેટલમેન્ટ ઓફ એડવાન્સ્ડ ક્લેઈમ (ASAC)ની મર્યાદા હાલના 1 લાખ રૂપિયાથી પાંચ ગણી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા દાવરાએ ગત સપ્તાહે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની 113મી એક્ઝિક્યુટિવ કમિટી (EC)ની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ બેઠક 28 માર્ચે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં યોજાઈ હતી, જેમાં સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિ પણ હાજર રહ્યા હતા. હવે આ ભલામણ CBTની મંજૂરી માટે મોકલવામાં આવશે.
CBTની મંજૂરી બાદ EPFOના મેમ્બર્સ ઓટો સેટલમેન્ટ દ્વારા 5 લાખ રૂપિયા સુધીનું PF ઉપાડી શકશે. ઓટો મોડ ક્લેઈમ સેટલમેન્ટની શરૂઆત એપ્રિલ 2020માં બીમારી માટે એડવાન્સ માટે કરવામાં આવી હતી. મે 2024માં EPFOએ ઓટો સેટલમેન્ટની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરી હતી.
EPFOએ શિક્ષણ, લગ્ન અને આવાસ માટે પણ ઓટો મોડ સેટલમેન્ટની સુવિધા શરૂ કરી છે. અગાઉ મેમ્બર્સ માત્ર બીમારી/હોસ્પિટલાઈઝેશન માટે જ PF ઉપાડી શકતા હતા. ઓટો મોડમાં ક્લેઈમ ત્રણ દિવસમાં પ્રોસેસ થાય છે, અને હવે 95 ટકા ક્લેઈમ ઓટોમેટેડ થઈ ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં 6 માર્ચ, 2025 સુધી EPFOએ 2.16 કરોડ ઓટો ક્લેઈમ સેટલમેન્ટનો ઐતિહાસિક રેકોર્ડ હાંસલ કર્યો છે, જે 2023-24માં 89.52 લાખ હતો. ક્લેઈમ રિજેક્શનનો દર પણ 50 ટકાથી ઘટાડીને 30 ટકા કરવામાં આવ્યો છે.
EPFOએ ઓટો-ક્લેઈમ સોલ્યુશન રજૂ કર્યું છે, જેમાં IT સિસ્ટમ દ્વારા ક્લેઈમ આપમેળે પ્રોસેસ થાય છે, જેમાં માનવ હસ્તક્ષેપની જરૂર નથી. PF ઉપાડની માન્યતા ફોર્માલિટીઝ 27થી ઘટાડીને 18 કરવામાં આવી છે, અને બેઠકમાં તેને 6 સુધી લાવવાનો નિર્ણય લેવાયો છે.
સેન્ટ્રલાઈઝ્ડ IT એન્નેબલ્ડ સિસ્ટમ હેઠળ મેમ્બર્સના ડેટાબેઝને કેન્દ્રીકૃત કરીને ક્લેઈમ સેટલમેન્ટ પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી રહી છે. KYC, પાત્રતા અને બેંક માન્યતા સાથેના ક્લેઈમ IT ટૂલ્સ દ્વારા આપમેળે પેમેન્ટ માટે પ્રોસેસ થાય છે. આનાથી ક્લેઈમ સેટલમેન્ટનો સમયગાળો 10 દિવસથી ઘટીને 3-4 દિવસ થઈ ગયો છે. જે ક્લેઈમ સિસ્ટમ દ્વારા માન્ય નથી થતા, તેને રિજેક્ટ કરવામાં આવતા નથી, પરંતુ તેમને બીજા સ્તરની તપાસ અને મંજૂરી માટે લેવામાં આવે છે.
ભારતના કર્મચારીઓ માટે એક નવતર પગલા રૂપે EPFO યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા PF ઉપાડ માટે નવી સિસ્ટમ રજૂ કરવા જઈ રહ્યું છે. ગત સપ્તાહે શ્રમ અને રોજગાર સચિવ સુમિતા દાવરાએ જણાવ્યું હતું કે મંત્રાલયે NPCIની ભલામણને મંજૂરી આપી છે, અને મેમ્બર્સ મે અથવા જૂન સુધીમાં UPI અને ATM દ્વારા PF ઉપાડી શકશે. આ સરકારી કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) અને બેંકોના પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) માટે પણ એક સારું પાયલોટ પ્રોજેક્ટ બની શકે છે.