સામાન્ય માણસ પણ બની શકે છે કરોડપતિ! ઓછી મૂડીમાં શરુ કરો આ 5 બિઝનેસ, 2026 સુધીમાં છે બમ્પર કમાણીની તક | Moneycontrol Gujarati
Get App

સામાન્ય માણસ પણ બની શકે છે કરોડપતિ! ઓછી મૂડીમાં શરુ કરો આ 5 બિઝનેસ, 2026 સુધીમાં છે બમ્પર કમાણીની તક

Business Ideas in Gujarati: શું તમે નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરુ કરવા માંગો છો? તો આ 5 સેક્ટર તમારા માટે છે બેસ્ટ. માત્ર 15 હજારથી 1 લાખના રોકાણમાં શરુ કરો અને 2026 સુધીમાં મેળવો મોટી સફળતા. જાણો વિગતે.

અપડેટેડ 02:30:54 PM Jan 16, 2026 પર
Story continues below Advertisement
Business Ideas in Gujarati: શું તમે નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરુ કરવા માંગો છો? તો આ 5 સેક્ટર તમારા માટે છે બેસ્ટ.

Business Ideas in Gujarati: જો તમે એમ માનતા હોવ કે સ્ટાર્ટઅપ શરુ કરવું એટલે માત્ર ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કે મોટી ફિનટેક કંપનીઓ બનાવવી, તો તમારી વિચારધારા બદલવાનો સમય આવી ગયો છે. આજે નેશનલ સ્ટાર્ટઅપ ડે છે અને આ દિવસ માત્ર મોટા શહેરોમાં રહેતા ટેક એક્સપર્ટ્સ માટે નથી, પરંતુ દરેક સામાન્ય નાગરિક માટે છે જે પોતાનો બિઝનેસ શરુ કરવા માંગે છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે 2026 સુધીમાં ભારતની બિઝનેસ તસ્વીર બદલાવા જઈ રહી છે. હવે એવા સેક્ટર્સ આગળ આવશે જ્યાં હરીફાઈ ઓછી છે, રોકાણ મર્યાદિત છે અને નફો કમાવવાની તકો ખુબ વધારે છે. સરકાર પણ 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ યોજના' હેઠળ 20 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપી રહી છે. આ ઉપરાંત ASPIRE જેવી યોજનાઓ ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારના લોકો માટે નવા રસ્તા ખોલી રહી છે.

ચાલો જાણીએ એવા 5 સેક્ટર વિશે, જે 2026 સુધીમાં સામાન્ય માણસને કરોડપતિ બનાવવાની તાકાત રાખે છે.

1. ક્લાઉડ કિચન અને લોકલ ફૂડ ડિલિવરી

આજના સમયમાં નાના શહેરોમાં પણ 'ઘર જેવું જમવાનું' (Home-style food) ખુબ ડિમાન્ડમાં છે. ક્લાઉડ કિચન એટલે એવું રસોડું જ્યાં બેસવાની વ્યવસ્થા ન હોય, માત્ર ડિલિવરી થાય. તમે માત્ર 50,000 થી 1 લાખ રૂપિયાના રોકાણ સાથે આ કામ શરુ કરી શકો છો. જો તમારા હાથમાં સ્વાદ છે, તો લોકલ ફૂડ ડિલિવરી એપ્સ દ્વારા તમે મોટું નેટવર્ક ઉભું કરી શકો છો. અનુમાન છે કે 2026 સુધીમાં ફૂડ ડિલિવરી માર્કેટ 2 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.


2. ઓનલાઇન ટ્યુશન અને રુરલ એડટેક

હજુ પણ ટિયર-3 શહેરો અને ગામડાઓમાં સ્થાનિક ભાષામાં સારું શિક્ષણ મળવું મુશ્કેલ છે. આ એક મોટી તક છે. માત્ર એક સ્માર્ટફોન અને ઇન્ટરનેટની મદદથી 5,000 થી 25,000 રૂપિયાના નજીવા ખર્ચમાં ઓનલાઇન ક્લાસ શરુ કરી શકાય છે. ડિજિટલ ઈન્ડિયાના સપોર્ટથી 2026 સુધીમાં ભારતનું એડટેક માર્કેટ 10 બિલિયન ડોલરનું થવાની શક્યતા છે.

3. ઈ-કોમર્સ ડ્રોપશિપિંગ અને રિસેલિંગ

આ મોડલ અત્યારે ખુબ જ લોકપ્રિય થઈ રહ્યું છે કારણ કે તેમાં તમારે સામાનનો સ્ટોક રાખવાની જરૂર નથી હોતી. તમે 15,000થી 75,000 રૂપિયામાં લોકલ હેન્ડીક્રાફ્ટ, કપડાં કે ખેતીની પેદાશોને ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચી શકો છો. આ બિઝનેસ દ્વારા તમે ભારતના ખૂણે-ખૂણેથી લઈને વિદેશના ગ્રાહકો સુધી પહોંચી શકો છો.

4. રુરલ હેલ્થ-ટેક અને ટેલિમેડિસિન

ગામડાઓમાં ડોક્ટરોની અછત એ એક ગંભીર સમસ્યા છે. ટેલિમેડિસિન એપ્સ અને સ્થાનિક હેલ્થ વર્કર્સની મદદથી ઓછી કિંમતે હેલ્થ સર્વિસ શરુ કરી શકાય છે. આ સેક્ટરમાં સેવાનો ભાવ અને કમાણી બંને છે. એક્સપર્ટ્સ માને છે કે 2026 સુધીમાં હેલ્થ-ટેક સેક્ટરની સાઈઝ 60 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.

5. વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ (કચરામાંથી કમાણી)

કચરામાંથી કમાણી કરવાનો આઈડિયા હવે માત્ર મોટા શહેરો પૂરતો સીમિત નથી રહ્યો. પ્લાસ્ટિક કે અન્ય કચરાને રિસાયકલ કરવા માટેના યુનિટ 1 થી 2 લાખ રૂપિયાના શરૂઆતી ખર્ચમાં નાખી શકાય છે. પર્યાવરણને બચાવવાની સાથે આ સેક્ટર 2026 સુધીમાં 15 બિલિયન ડોલરનું માર્કેટ બની શકે છે.

જો તમારી પાસે કોઈ આઈડિયા છે અને મહેનત કરવાની તૈયારી છે, તો પૈસાની ચિંતા કરવાની હવે જરૂર નથી. સરકારી યોજનાઓ અને આ ઉભરતા સેક્ટર્સ તમને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. 2026 સુધીમાં આ સેક્ટર્સમાં રહેલી તકોને ઓળખીને આજે જ શરૂઆત કરો.

આ પણ વાંચો- Budget 2026: ઈનકમ ટેક્સમાં મળશે મોટી રાહત? નિર્મલા સીતારમણ કરી શકે છે આ 5 મોટા એલાન, મિડલ ક્લાસને થશે બલ્લે-બલ્લે!

MoneyControl News

MoneyControl News

First Published: Jan 16, 2026 2:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.