FASTagનો નિયમ બદલાયો! જો તમે પણ ગાડી ચલાવો છો તો આ વિશે જાણી લો, નહીં તો થશે નુકસાન
આજથી એટલે કે 1 એપ્રિલ, 2025થી ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, તેમજ કેટલાક નવા નિયમો પણ લાગુ થયા છે. આમાં FASTagને લગતા કેટલાક ફેરફારો પણ સામેલ છે.
FASTagને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ચાલક કોઈપણ ટોલ પ્લાઝા પર પોતાના FASTagનો ઉપયોગ કરી શકે છે
FASTagને લઈને નવી જાહેરાત મુજબ, જોકે તેને દેશના તમામ રાજ્યોમાં અનિવાર્ય કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ કેટલાક રાજ્યોમાં તેની છૂટછાટ મળી રહી છે. હવે મહારાષ્ટ્રમાં તમામ વ્હીકલો માટે FASTag ફરજિયાત કરવામાં આવ્યું છે. FASTag એક નાનું RFID ટેગ છે, જે ચાલકોને ટોલની ચુકવણી આપોઆપ કરવામાં મદદ કરે છે. આ ટેગ વ્હીકલની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે અને તે સીધું બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલું હોય છે. જો FASTag નહીં હોય તો ચાલકે ડબલ ટોલ ચૂકવવો પડે છે.
દરેક ટોલ પર કામ કરશે FASTag
FASTagને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ચાલક કોઈપણ ટોલ પ્લાઝા પર પોતાના FASTagનો ઉપયોગ કરી શકે છે, પછી ભલે તે કોઈપણ કંપની દ્વારા સંચાલિત હોય. FASTag સિસ્ટમના કારણે વ્હીકલને ટોલ બૂથ પર રોકાવું નથી પડતું, જેનાથી સમય અને ફ્યુઅલ બંનેની બચત થાય છે. તેથી સમય રહેતાં તમે પણ તમારા વ્હીકલ પર FASTag લગાવી લો.
બેલેન્સ ઓછું હશે તો બ્લેકલિસ્ટ થશે
જો બેન્ક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નહીં હોય તો FASTagને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં ચાલક ટોલ-ફ્રી સિસ્ટમનો ઉપયોગ કરી શકશે નહીં અને તેને ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવી પડશે. NPCIએ ટોલની પેમેન્ટને સરળ બનાવવા અને FASTag સિસ્ટમ દેશભરમાં કામ કરે તે સુનિશ્ચિત કરવા માટે NETC પ્રોગ્રામ શરૂ કર્યો છે.
તમામ બેન્કોમાંથી મળે છે FASTag
એકવાર કોઈ વ્હીકલ પર FASTag લાગી જાય પછી તેને બીજા વ્હીકલમાં ટ્રાન્સફર કરી શકાતું નથી. આ ટેગ કોઈપણ બેન્કમાંથી ખરીદી શકાય છે અને તે રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ (NETC) સિસ્ટમનો ભાગ છે. જો FASTag પ્રીપેડ એકાઉન્ટ સાથે જોડાયેલું હોય, તો ચાલકે બાકી રકમ ખતમ થઈ જાય ત્યારે ખાતું રિચાર્જ કરવું પડશે.