LPGથી લઈને તત્કાલ ટિકિટ સુધી: 1 ઓગસ્ટ 2026થી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, સીધી તમારા ખિસ્સા પર પડશે અસર
Rules change from 1st August: 1 ઓગસ્ટ 2026થી દેશમાં 5 મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. LPG ના ભાવ, રેલવે તત્કાલ ટિકિટ, ITR, ક્રેડિટ કાર્ડ અને CKYC 2.0ના નવા નિયમોની જાણકારી મેળવો.
Rules change from 1st August: 1 ઓગસ્ટ 2026થી દેશમાં 5 મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે.
Rules change from 1st August: નવો મહિનો શરૂ થાય એટલે માત્ર કેલેન્ડરનું પાનું જ નથી બદલાતું, પરંતુ તેની સાથે અનેક નવા નિયમો પણ લાગુ થતા હોય છે. 1 ઓગસ્ટ 2026થી દેશભરમાં કેટલાક એવા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય માણસના રોજિંદા જીવન અને ઘરના બજેટ પર પડશે.
આગામી 1 ઓગસ્ટથી LPG સિલિન્ડરના ભાવથી લઈને રેલવેની તત્કાલ ટિકિટ બુકિંગ, બેંકિંગ, ક્રેડિટ કાર્ડ અને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ને લગતા નિયમોમાં મોટો બદલાવ આવવાનો છે. આમાંથી કેટલાક ફેરફારો તમને ફાયદો કરાવી શકે છે, તો કેટલાકના કારણે તમારો ખર્ચ વધી શકે છે. આવો જાણીએ આ 5 મહત્વના ફેરફારો વિશે.
1. LPG સિલિન્ડરના નવા ભાવ થશે જાહેર
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) દ્વારા રાંધણ ગેસ (LPG) અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. 1 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય માર્કેટ અને કાચા તેલની કિંમતોના આધારે ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. જો ભાવ વધશે તો ઘરનું બજેટ અને રેસ્ટોરન્ટમાં જમવાનો ખર્ચ વધી શકે છે.
2. રેલવે તત્કાલ ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ
જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે. 1 ઓગસ્ટથી રેલવેના ઘણા ઝોનમાં કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે 'ટોકન સિસ્ટમ' લાગુ કરવામાં આવી રહી છે. આનાથી કાઉન્ટર પર થતી ભીડ ઘટશે અને મુસાફરોને પહેલેથી જ ખબર પડી જશે કે તેમનો વારો ક્યારે આવશે. આ સિસ્ટમ ટિકિટ બુકિંગને વધુ પારદર્શક બનાવશે.
3. ITR મોડું ભરવા પર લાગશે દંડ
નાણાકીય વર્ષ 2026-27 માટે જો તમે હજુ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ નથી કર્યું, તો હવે તમારે લેટ ફી અને દંડ ચૂકવવો પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે નોન-ઓડિટ કેસમાં ITR-3 અને ITR-4 ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. જ્યારે ઓડિટ વાળા કેસ માટે આ ડેડલાઈન 31 ઓક્ટોબર 2026 રાખવામાં આવી છે.
4. ક્રેડિટ કાર્ડ અને બેંકના નિયમોમાં ફેરફાર
1 ઓગસ્ટથી ઘણી બેંકો તેમના ક્રેડિટ કાર્ડના નિયમો કડક કરવા જઈ રહી છે. ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સ, વાર્ષિક ફી અને સર્વિસ ચાર્જમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત, કેટલીક બેંકો 1 ઓગસ્ટથી ફિક્સ ડિપોઝિટ (FD) ના વ્યાજદરમાં પણ ફેરફાર કરી શકે છે. જેથી ગ્રાહકોએ પોતાની બેંકના નવા નિયમો ચકાસી લેવા જોઈએ.
5. CKYC 2.0 સિસ્ટમનો અમલ
બેંક, ઇન્સ્યોરન્સ કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં હવે સેન્ટ્રલ નો યોર કસ્ટમર એટલે કે CKYC 2.0 સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. આ નવી સિસ્ટમમાં ગ્રાહકની મંજૂરી બાદ તેમના KYC ડોક્યુમેન્ટ્સ સરળતાથી એકબીજા સાથે શેર કરી શકાશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમારે વારંવાર આધાર કે પાન કાર્ડની કોપી જમા કરાવવી નહીં પડે. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને સુરક્ષિત હશે.
સામાન્ય માણસે શું ધ્યાન રાખવું?
જો તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો, ટ્રેનમાં સફર કરો છો કે પછી ક્રેડિટ કાર્ડ વાપરો છો, તો આ બધા ફેરફારોથી તમારે અપડેટ રહેવું જરૂરી છે. 1 ઓગસ્ટથી લાગુ થતા આ નિયમોને પહેલેથી સમજી લેવાથી તમે બિનજરૂરી ચાર્જ અને પરેશાનીથી બચી શકશો અને તમારું બજેટ યોગ્ય રીતે મેનેજ કરી શકશો.